ભારતે WHOને આપ્યો મોટો ઝટકો, કોરોના વાયરસની સારવાર અંગે ઉઠાવ્યું મહત્વનું પગલું

કોરોના વાયરસ મહામારી સામે લડત લડવામાં ભારતે હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સામે મોરચો માંડી દીધો છે. આ વખતે ભારતે પોતાના નવા નિર્દેશ અને શોધથી WHOને સંકેત આપ્યો છે કે કોરના વાયરસની લડાઈમાં હવે દેશ પોતે એકલા હાથે લડત લડશે. દેશના હિતમાં જે રિસર્ચ અને સારવાર જરૂરી હશે તે જ કરવામાં આવશે. આ સાથે જ ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને WHOના સૂચનની કોઈ જરૂર નથી. 

ભારતે WHOને આપ્યો મોટો ઝટકો, કોરોના વાયરસની સારવાર અંગે ઉઠાવ્યું મહત્વનું પગલું

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી સામે લડત લડવામાં ભારતે હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સામે મોરચો માંડી દીધો છે. આ વખતે ભારતે પોતાના નવા નિર્દેશ અને શોધથી WHOને સંકેત આપ્યો છે કે કોરના વાયરસની લડાઈમાં હવે દેશ પોતે એકલા હાથે લડત લડશે. દેશના હિતમાં જે રિસર્ચ અને સારવાર જરૂરી હશે તે જ કરવામાં આવશે. આ સાથે જ ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને WHOના સૂચનની કોઈ જરૂર નથી. 

કોરોના વાયરસ પર WHOના નિર્દેશ સામે ભારતનો પલટવાર
હાલમાં જ WHOએ તેના સભ્ય દેશોને નિર્દેશ જારી કર્યા હતાં કે કોરોના વાયરસની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન જોખમી સાબિત થઈ શકે છે. આથી તેઓ તેની ટ્રાયલ બંધ કરે. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ આ દવા પર રિસર્ચ તો કર્યું જ પરંતુ સાથે સાથે ડોક્ટરોને કહ્યું કે કોરોના વાયરસની સારવારમાં આ દવાથી બચાવ થઈ શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના લેટેસ્ટ રિસર્ચમાં કહ્યું છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવા લેવાથી કોરોના વાયરસના સંક્રમણના જોખમમાં ઘટાડો જોવા મળ્યો છે. 

આ લડાઈ ભારતીય દવા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય જૂથ છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે હકીકતમાં મોટાભાગના પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકો અને દવા કંપનીઓ ભારતની ખુબ જ સસ્તી દવાઓના ઉપચારને લઈને હંમેશા નીચુ દેખાડવાની કોશિશ કરતા આવ્યાં છે. કોરોના વાયરસની સારવાર મેલેરિયા સામે બચાવ માટે બનેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી શક્ય છે. જો કોરોના વાયરસથી બચવા માટે આ સસ્તી દવાનો ઉપયોગ વધી જાય તો પશ્ચિમી દેશોની દવા કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેમ છે. આ જ કારણ છે કે તેમની લોબી WHO પર દબાણ સર્જીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની તમામ ટ્રાયલ બંધ કરાવવા માંગે છે. જેનો ભારતે વિરોધ કર્યો છે. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવા માટે WHO પર આરોપ લાગતા રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ WHOની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે. આ વાત તો જગજાહેર છે કે WHOમાં અનેક દવા નિર્માતા કંપનીઓ પણ અલગ અલગ પ્રકારે દબાણ બનાવવા કોશિશ કરતી આવી છે. આ જ કારણ છે કે હાલ WHOની મોટાભાગની મીડિયા પોસ્ટ પર લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news