Stock Market: શેરબજારમાં વેચવાલીનો સંકેત, જાણો ઇન્ટ્રાડેમાં ક્યાં રોકાણ કરવાથી લાભ
Share Bazar Update Today: બે દિવસની રજા બાદ શેર બજાર આજે ફરી ખુલી રહ્યું છે. ત્યારે શેર માર્કેટમાં આજે ભારે ઊથલપાથલના સંકેત જોવા મળી રહ્યાં છે. જાણો આજે કઈ તરફ છે બજારની હવા...
Trending Photos
Stock Market: શેર માર્કેટમાં રોકાણ કરીને તગડી કમાણી કરવાની આશા તો સૌ કોઈ રાખતું હોય છે. પણ ક્યારે રોકાણ કરવું અને ક્યારે બજારમાંથી પૈસા પાછા ખેંચી લેવા એ રમત જેને આપડી જાય એ જ બને છે બજારનો બાદશાહ. જાણો બે દિવસની રજા બાદ આજે કેવો રહેશે માર્કેટનો માહોલ, જાણો આજે કઈ તરફ છે બજારની હવા...
એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી ચાલી રહી છે. રોકાણકારો FOMC પર નજર રાખી રહ્યા છે. જે મંગળવારે વ્યાજદર સંબંધિત જરૂરી અપડેટ જારી કરી શકે છે. સોમવારે શેરબજારમાં જોરદાર કાર્યવાહી જોવા મળી શકે છે. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલી શકે છે. ગિફ્ટી નિફ્ટી લગભગ 70 પોઈન્ટ ઘટીને 22000ની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં ખરીદી થઈ રહી છે.
રોકાણકારો FOMC પર નજર રાખી રહ્યા છે. જે મંગળવારે વ્યાજદર સંબંધિત જરૂરી અપડેટ જારી કરી શકે છે. આ ઉપરાંત ચીનના આર્થિક ડેટા પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 453 પોઈન્ટ ઘટીને 72,643 પર બંધ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે