સેન્સેક્સ પહોંચ્યો ઓલ ટાઇમ હાઇ 38000ને પાર, નિફ્ટીએ પણ લગાવી છલાંગ

બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ગુરુવારે માર્કેટના ઓપનિંગ સાથે 162.56 પોઇન્ટ ચડીને 38050ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો છે 

સેન્સેક્સ પહોંચ્યો ઓલ ટાઇમ હાઇ 38000ને પાર, નિફ્ટીએ પણ લગાવી છલાંગ

મુંબઈ : બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ 162.56 પોઇન્ટ ચડીને 38050ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો છે. એનએઇ પણ છલાંગ લગાવીને 45.20 અંક ઉપર 11495.20 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. આ પહેલાં બુધવારે સંવેદી સૂચકાંક નવા રેકોર્ડ પર બંધ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરોમાં તેજીની સાથેસાથે શેરબજાર પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે અને મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 221.76 પોઇન્ટ સાથે બંધ થયો છે. 

આઇએમએફે જણાવ્યું છે કે ભારત આવતા કેટલાક દાયકાઓ સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિનો સ્ત્રોત બની રહેશે અને એ જગ્યાએ પહોંચી જશે જ્યાં હાલમાં ચીન છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ બુધવારે 60.55 પોઇન્ટના વધારા સાથે પહેલીવાર 11,400 પોઇન્ટ ઉપર બંધ થયો છે. 

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસીઝના રિસર્ચ વિભાગના ટોચના અધિકારી વિનોદ નાયરે કહ્યું છે કે 'નબળી શરૂઆત પછી એફઆઇઆઇ પ્રવાહ વધવાને કારણે તેમજ આશા પ્રમાણે કંપનીઓના ત્રિમાસિક પરિણામના પગલે માર્કેટ નવી ઉંચાઈ પર પહોંચ્યું છે. તેલ તથા રૂપિયાના વિનિમય દરમાં ચડાવ-ઉતારથી તેજીની ચાલ ધીમી પડી શકે છે. વૈશ્વિક માર્કેટમાં પણ મિશ્ર પ્રતિભાવ છે કારણ કે રોકાણકારો ચીન અને અમેરિકા વચ્ચે બિઝનેસ મામલે પ્રવર્તી રહેલા ટેન્શનને કારણે સતર્ક અભિગમ અપનાવી શકે છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news