શેરબજાર સતત પાંચમાં દિવસે તેજી સાથે બંધ, સેન્સેક્સ 38000ને પાર
આ સપ્તાહ દરમિયાન સતત પાંચમાં દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ શુક્રવારે કારોબારી સત્રમાં સતત પાંચમાં દિવસે શેર બજાર વધારા સાથે બંધ થયું છે. દિવસના કારોબાર પૂર્ણ થયો ત્યારે સેન્સેક્સ 269 પોઈન્ટના ઉછાળા સાથે 38,024 પર અને નિફ્ટી 83 પોઈન્ટના વધારા સાથે 11,426 પર બંધ થયું હતું. નિફ્ટી 50માં સામેલ 50 શેરોમાંથી 32 લીલા અને 18 લાલ નિશાનમાં કારોબાર કરીને બંધ થયા છે. ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીનો મિડકેપ 0.64 ટકાની તેજી અને સ્મોલકેપ 0.52 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
સેક્ટર ઇન્ડેક્સની સ્થિતિઃ આજના કારોબારમાં નિફ્ટી ઓટોમાં 0.26 ટકાનો વધારો, નિફ્ટી ફાઇનાન્સ સર્વિસ 1.49 ટકાનો વધારો, નિફ્ટી એફએમસીજી 1.69 ટકાનો ઘટાડો, નિફ્ટી આઈટી 1.88 ટકાની જેતી, નિફ્ટી મેટલ 0.21 ટકાની તેજી, નિફ્ટી ફાર્મા 0.40 ટકાનો ઘટાડો અને નિફ્ટી રિયલિટી 0.08 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
ટોપ ગેનર-ટોપ લૂઝરઃ નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં કોટક બેન્કમાં 4.65 ટકાની જેતી આવી, આઈઓસી 3.21 ટકાની તેજી, હિંદ પેટ્રો 2.94 ટકાની તેજી, પાવર ગ્રિડ 2.88 ટકાની તેજી અને વિપ્રો 2.67 ટકાની તેજીની સાથે ટોપ ગેનર રહ્યાં છે. તો બીજીતરફ હિન્દુસ્તાન યૂનીલિવર 2.09 ટકાનો ઘટાડો, યસ બેન્ક 1.92 ટકાનો ઘટાડો, રિલાયન્સ 1.33 ટકાનો ઘટાડો, આઈટીસી 1.32 ટકાનો ઘટાડો અને ભારતી એરટેલ 1.30 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે