Mukesh Ambani: મુકેશ અંબાણી માટે આવ્યા માઠા સમાચાર, રિલાયન્સને લાગ્યો તગડો ઝટકો, જાણો વિગતો 

ગત એક અઠવાડિયામાં દેશની ટોપ 10 મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય જીવવ વીમા નિગમ (LIC)એ ઉઠાવવું પડ્યું છે. 

Mukesh Ambani: મુકેશ અંબાણી માટે આવ્યા માઠા સમાચાર, રિલાયન્સને લાગ્યો તગડો ઝટકો, જાણો વિગતો 

ગત એક અઠવાડિયામાં દેશની ટોપ 10 મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. આ આઠ કંપનીઓને કુલ 1,66,954.07 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય જીવવ વીમા નિગમ (LIC)એ ઉઠાવવું પડ્યું છે. 

ગત અઠવાડિયે નબળા વૈશ્વિક તારણોના પ્રભાવમાં સેન્સેક્સ 1,276.04 અંક એટલે કે 1.57 ટકાના ઘટાડા પર રહ્યો. આ દરમિયાન દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની બજાર કેપિટલ 33,930.56 કરોડ રૂપિયા ઘટીને 19,94,765.01 કરોડ રૂપિયા થઈ. એ રીતે રિલાયન્સી ગત અઠવાડિયે ટોપની 10 કંપનીઓમાં સૌથી વધુ નુકસાન થયું. 

એલઆઈસીને પણ નુકસાન
ગત અઠવાડિયે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના બજાર મૂલ્યાંકનમાં પણ 30,676.24 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. જે ઘટીને 7,17,001.74 કરોડ રૂપિયા થયો. આ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંનક 21,151.33 કરોડ રૂપિયા ઘટીને 7,35,566.52 કરોડ રૂપિયા થયું. 

જ્યારે આઈટી કંપની ઈન્ફોસિસનું બજાર મૂલ્યાંકન 20,973.19 કરોડ રૂપિયા ઘટીને 7,35,277.28 કરોડ રૂપિયા થઈ ગયું. જ્યારે ટાટા સમૂહની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સીસ સર્વિસિસ (TCS) નું બજાર મૂલ્યાંકન 19,157.77 કરોડ રૂપિયા ઘટીને 15,30,469.11 કરોડ રૂપિયા થયું. આ ઉપરાંત  ભારતી એરટેલની માર્કેટ  કેપિટલ16,993.56 કરોડ રૂપિયા ઘટીને 8,33,396.32 કરોડ રૂપિયા થઈ. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનું માર્કેટ કેપિટલ 16,975.55 કરોડ રૂપિયા ઘટીને 8,25,201.23 કરોડ રૂપિયા થઈ ગઈ. એ જ રીતે ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકનું મૂલ્યાંકન 7,095.87 કરોડ રૂપિયા ઘટીને 12,56,505.53 કરોડ રૂપિયા થયું. 

આ કંપનીઓને થયો ફાયદો
જો કે હિન્દુસ્તાન લીવરની માર્કેટ કેપિટલ 12,946.24 કરોડ રૂપિયા વધીને 6,45,808.65 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. આઈટીસીનું મૂલ્યાંકન પણ 8,406.26 કરોડ રૂપિયા વધીને 6,19,829.37 કરોડ  રૂપિયા થઈ ગયું. ગત અઠવાડિયે મોટું નુકસાન ઉઠાવવા છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેશની સૌતી મૂલ્યવાન કંપનીનો ખિતાબ જાળવી રાખ્યો છે. ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ફોસિસ, એલઆઈસી, હિન્દુસ્તાન યુનિલીવર, અને આઈટીસીનું સ્થાન રહ્યું.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news