SBIએ જાહેર કર્યા FD માટેના નવા નિયમ, જાણીને દિલ થઈ જશે ખુશ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે સારા સમાચારની જાહેરાત કરી છે

SBIએ જાહેર કર્યા FD માટેના નવા નિયમ, જાણીને દિલ થઈ જશે ખુશ

નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે સારા સમાચારની જાહેરાત કરી છે. બેંકે કરેલી જાહેરાત પ્રમાણે 1 અને 2 વર્ષની અવધિવાળી ટર્મ ડિપોઝિટના વ્યાજ દરોમાં 5થી 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરી દેવામાં આવ્યો છે. નવી નીતિ અનુસાર બેંકે 2થી 3 વર્ષના સમયગાળા માટે કરવામાં આવેલી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે.

બેંકે કરેલી જાહેરાત પ્રમાણે નવા વ્યાજ દર 1 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની એફડી પર 28મી મેથી લાગુ થઈ ચૂક્યા છે. આ નવા વ્યાજ દરોથી વયસ્ક નાગરિકોને સૌથી વધારે ફાયદો થશે. ગયા મહિને પણ એચડીએફસીએ પણ એફડી પર વ્યાજ દર વધાર્યો હતો. હાલના વધારા બાદ પણ એસબીઆઈ અને એચડીએફસી જ સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

SBI સિવાય બીજી બેંકોમાં પણ ડિપોઝીટ રેટમાં વધારો થાય એવી પણ શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news