Patent કોને કહેવાય? તેની જરૂરિયાત શું? મંજૂરી ક્યાંથી મળે? કેટલી હોય છે સમય અવધિ? જાણવા જેવું છે આ બધું

'પેટેન્ટ' સામાન્ય રીતે વેપાર-ધંધામાં તમે આ શબ્દ સાંભળ્યો હશે. બિઝનેસ સાથે સંકળાયેલાં આ શબ્દનું ખુબ જ મહત્ત્વ છે. કોઈપણ સેક્ટરની કોઈપણ વસ્તુના ઉત્પાદન, તેની ડિઝાઈન સાથે આ આ શબ્દને સીધો સંબંધ છે.

Updated By: May 13, 2021, 10:15 AM IST
Patent કોને કહેવાય? તેની જરૂરિયાત શું? મંજૂરી ક્યાંથી મળે? કેટલી હોય છે સમય અવધિ? જાણવા જેવું છે આ બધું

ઝી બ્યૂરો, અમદાવાદઃ 'પેટન્ટ' સામાન્ય રીતે વેપાર-ધંધામાં તમે આ શબ્દ સાંભળ્યો હશે. બિઝનેસ સાથે સંકળાયેલાં આ શબ્દનું ખુબ જ મહત્ત્વ છે. કોઈપણ સેક્ટરની કોઈપણ વસ્તુના ઉત્પાદન, તેની ડિઝાઈન સાથે આ આ શબ્દને સીધો સંબંધ છે. પેટેંટ વિના કોઈપણ ધંધા કે રોજગારમાં ઉત્પાદન થઈ શકતું નથી. આપણે વાત કરી રહ્યાં છીએ મોટા મેન્યુફેક્ચરીંગની. કોઈપણ મોટી અથવા તો યુનિક વસ્તુના ઉત્પાદન માટે પેટેંટ આવશ્યક છે. નહીં તો તેની ચોરી થઈ અને તેનું ડુપ્લિકેશન થઈ શકે છે.

'ભરો માંગ મેરી ભરો...' મમતાને જોઈને ના રહેવાયું તો ધરમપાજીના પુત્તરે કરી દીધી એક રાત સાથે સુવાની ઓફર!

એક કાયદાકીય અધિકારઃ
Patent : પેટેંટ એક એવો કાયદાકીય અધિકાર છે, જે કોઇ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ, નવી સેવા, ટેકનીક, પ્રક્રિયા, ઉત્પાદન અથવા ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે જેથી કોઇ એની નકલ તૈયાર ન કરી શકે.

Patent ની મંજૂરી ક્યાંથી મળે?
Patent :  ભારતીય પેટેંટ કાર્યલય પેટેંટ ડિઝાઇન અને ટ્રેડ માર્કના નિયંત્રક જનરલ કાર્યાલય દ્વારા પ્રશાસિત કરવામાં આવે છે. તેનું મુખ્ય કાર્યાલય કોલકાતામાં છે અને તે વાણિજ્ય અને ઉધોગ મંત્રાલયના નિર્દેશાનુસાર કામ કરે છે.

કેટલી હોય છે પેટેંટની સમય અવધિ?
આપને જણાવી દઇએ કે ભારતમાં પેટેંટની અવધિ 20 વર્ષની હોય છે. અરજી જે દિવસથી કરવામાં આવી હોય ત્યારથી આ અવધિ શરુ થાય છે.

શું છે Patent અધિકાર?
પેટેંટ એક અધિકાર છે, જે કોઇ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ,નવી સેવા,ટેકનીક,પ્રક્રિયા,ઉત્પાદન અથવા ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે જેથી કોઇ એની નકલ તૈયાર ન કરી શકે. બીજા શબ્દોમાં પેટેંટ એક એવો કાયદાકીય અધિકાર છે જેના મળ્યા બાદ જો કોઇ વ્યક્તિ કે સંસ્થા કોઇ  ઉત્પાદનની શોધ કરે અથવા બનાવે છે તો તેને એ ઉત્પાદન બનાવવાનો એક અધિકાર પ્રાપ્ત થાય છે. આ સિવાય જો પેટેંટ ધારક કે સિવાય કોઇ વ્યક્તિ કે સંસ્થા આ ઉત્પાદકને બનાવે છે તો ગેરકાયદેસર સાબિત થશે.

પેટેંટ ધારક બને છે રોયલ્ટીનો હકદારઃ
જો આ વિરુધ્ધ પેટેંટ ધારક  કોઇ ફરિયાદ દાખલ કરાવી તો પેટેંટનું ઉલ્લંઘન કરનાર  મુશ્કેલીમાં પડી શકે છે. પરંતુ જો કોઇ ઉત્પાદનને બનાવવા ઇચ્છે છે તો તેને પેટેંટે ધારક વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી આની અનુમતિ લેવી પડશે અને રોયલ્ટી આપવી પડશે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારના કોપી રાઈટ એક્ટ જેવું જ છે.

Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!

પેટેંટના કેટલાં પ્રકાર હોય છેઃ
પેટેંટના મુખ્ય બે પ્રકાર છે.
1) ઉત્પાદન પેટેંટઃ ઉત્પાદન એટેલેકે, કોઈપણ વસ્તુની બનાવટ, કોઈપણ વસ્તુનું મેન્યુફેચરીંગ. તેના માટે ઉત્પાદન પેટેંટની જરૂર પડે છે. આનો મતલબ એ છે કે કોઇ વ્યક્તિ અથવા સંસ્થા કોઇ ઉત્પાદનની આબેહૂબ નકલ અથવા ઉત્પાદન બનાવી શકે નહી અર્થાત બે ઉત્પાદનની ડિઝાઇન એક જેવી ન હોય શકે. આ અંતર ઉત્પાદનના પેકિંગ,નામ,રંગ,આકાર અને સ્વાદ વગેરેનુ હોય છે. આ કારણ છે કે આપણે બજારમાં ઘણી એવી ચીજ-વસ્તુઓ જોઇ હશે પરંતુ તેમાંથી કોઇ બે કંપનીના ઉત્પાદન એક જેવા નહી હોય. તેનું કારણ છે પેટેંટ.
2) પ્રક્રિયા પેટેંટઃ પ્રક્રિયા પેટેંટ એટલેકે, કોઈપણ વસ્તુના ઉત્પાદન વખતની પ્રોસેસ. જે પ્રોસેસથી કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય જે તે યુનિક હોય તો તેની પેટેંટ કરાવવામાં આવતી હોય છે.

પેટેંટ કેવી રીતે મળે છે? 
પ્રત્યેક દેશમાં પેટેંટ કાર્યલય હોય છે. પોતના ઉત્પાદન કે ટેક્નોલોજી પર પેટેંટ લેવા માટે કાર્યાલયમાં અરજી દેવામાં આવે છે અને સાથે જ પોતાની નવી શોધ વિશે જાણકારી આપો. ત્યારબાદ પેટેંટ કાર્યલય તેની તપાસ કરશે અને જો તેઓ ઉત્પાદન કે ટેકનીકલ વિચાર નવો છે તો પેટેંટનો આદેશ રજૂ કરી દેશે.

The Kapil Sharma Show માં માત્ર હા..હા..હા..કરવાના અર્ચના પૂરણ સિંહ લેછે અધધ રૂપિયા, ફી સાંભળીને આવશે ચક્કર

અહીંયાએ જાણવું ખૂબ જ જરુરી છે કે કોઇ ઉત્પાદન અથવા સેવા માટે લેવાયેલી પેટેંટ માત્ર એ જ દેશમાં લાગુ થશે જ્યાં તેની પેટેંટ કરાવવામાં આવી છે. જો અમેરિકા કે કોઇ દેશમાં કોઇ વ્યક્તિ ભારતમાં પેટેંટ કરેલા ઉત્પાદન અથવા સેવાની નકલ બનાવશે તો તેને ઉલ્લંધન માનવામાં નહી આવે. એ જ રીતે ભારતમાં પેટેંટ કરાવેલી કંપની જો કોઇ ઉત્પાદન અથવા સેવાની પેટેંટ અમેરિકા કે અન્ય કોઇ દેશમાં કરાવવા ઇચ્છે છે તો તેને એ દેશના પેટેંટ કાર્યલયમાં અલગથી આવેદન આપવું પડશે.

Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube