સરકારી બેંકોમાં આજથી આગામી 6 દિવસોમાંથી એક જ દિવસ થશે કામકાજ, જાણો શું છે કારણ
Trending Photos
જો તમે ભૂલથી પોતાના કામ પુરા કરવાનું ભૂલી ગયા છો, તો તેને પુરા કરવા માટે 24 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે, કારણ કે 21 થી 23 અને પછી 25 અને 26 ડિસેમ્બર સુધી બેંક બંધ રહેશે. બેંકના કર્મચારીઓની હડતાળના કારણે બધા સરકારી બેંકો પર તાળા લટકતા હશે, તો 22 ડિસેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશભરની બધી સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં રજા રહેશે.
એટીએમ પર વધશે ખસારો
23 ડિસેમ્બરના રોજ રવિવાર હોવાના કારણે બધી બેંક બંધ રહેશે. સોમવારે 24 ડિસેમ્બરના રોજ બેંક ખુલી રહેશે અને કામકાજ સુચારુ રીતે થશે, પરંતુ ત્રણ દિવસની બંધી બાદ બેંકોમાં ભીડ થવી વ્યાજબી છે. ત્યારબાદ 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના લીધે બધી બેંકોમાં રજા રહેશે, જ્યારે 26 ડિસેમ્બરથી ફરીથી બેંકોમાં હડતાળ રહેશે.
27 ડિસેમ્બરે ફરીથી બેંકોમાં કામકાજ સામાન્ય રીતે થઇ જશે 24 ડિસેમ્બરને બાદ કરતાં આ પાંચ દિવસોમાં બેંકો બંધ હોવાના કારણે એટીએમ પર ભીડ જોવા મળશે અથવા તો ખાલી હોવાના કારણે સન્નાટો પ્રસરી જશે.
વિલયના વિરોધમાં હડતાળ
યુનાઇટેદ ફોરમ ઓફ બેંક યૂનિયન્સના મીડિયા પ્રભારી અનિલ તિવારી અનુસાર, બેંક કર્મચારી અને અધિકારીઓના સંગઠન આયબોકે પગાર વધારા અને બેંકોના વિલયના વિરોધમાં 21 ડિસેમ્બરના રોજ હડતાળની જાહેરાત કરી છે. 22 ડિસેમ્બરના રોજ મહિનાનો ચોથો શનિવાર અને 23 ડિસેમ્બરે રવિવાર છે. 25 ડિસેમ્બરે ક્રિસમસ ડેની રજા રહેશે. 26 ડિસેમ્બરના રોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સની હડતાળ રહેશે. 27 ડિસેમ્બરના રોજ ફરીથી બેંકોમાં કામકાજ સામાન્ય થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે