VIDEO : દીકરી ઇશાની સગાઈમાં નીતા અંબાણી કર્યો ડાન્સ, પતિ મુકેશે સ્ટેજ પાસે આવીને પાડી તાળીઓ
એન્ટિલિયામાં યોજવામાં આવી હતી ભવ્ય સગાઈ પાર્ટી
Trending Photos
નવી દિલ્હી : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના દીકરા આકાશ અંબાણીના લગ્ન નક્કી થયા પછી હવે દીકરી ઇશા અંબાણી (Isha Ambani)ની પણ સગાઈ પાર્ટી થઈ ગઈ છે. ચર્ચા છે કે આ બંનેના લગ્ન ડિસેમ્બરમાં કરવામાં આવશે. આકાશના લગ્ન રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે તેમજ ઇશા અંબાણીના લગ્ન અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે નિર્ધારીત કરવામાં આ્વ્યા છે. ઇશાની સગાઈની પાર્ટીમાં બોલિવૂડની સેલિબ્રિટીઓ સિવાય સચિન તેન્ડુલકરે હાજરી આપી હતી.
આ સગાઈ પાર્ટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં નીતા અંબાણી (Nita Ambani) ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિસ'ના ગીત 'મવરાઈ માઝી' પર ડાન્સ કરી રહી છે. આ ડાન્સ વખતે સ્ટેજ પાસે મુકેશ અંબાણી ઉભા હતા અને પત્નીનો ડાન્સ જોઈને જોરશોરથી તાળીઓ વગાડી રહ્યા હતા. ઇશા અને આનંદ લાંબા સમયથી મિત્રો છે અને બંનેના પરિવાર છેલ્લા ચાર દાયકાથી એકબીજાને ઓળખે છે.
Clip - I :: Smt #NitaAmbani performs on #NavraiMajhi | #IshaAmbani Engadgement pic.twitter.com/hOtuIRn2bl
— Nita Mukesh Ambani (@NitaMAmbani) May 8, 2018
મીડિયા રિપોર્ટસ અનુસાર આનંદે ઈશાને મહાબળેશ્વર મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ કપલે પોતાના પરિવારજનો સાથે લંચ કર્યું. કપલની આ ખુશીમાં સામેલ થવા માટે તેનો પરિવાર સાથે હતો. ઈશાની તરફથી મુકેશ અંબાણી, નીતા અંબાણી, કોકિલાબેન અંબાણી, આકાશ અને અનંત સામેલ હતા. જ્યારે આનંદ પીરામલ તરફથી અજય પીરામલ, સ્વાતિ પીરામલ, પૂર્ણિમાબેન દલાલ, આનંદની બહેન નંદની પીટર, અન્યા, દેવ અને અન્ય પરિવારના સભ્યો સામેલ હતા.
આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. હાલમાં તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ આઉટ થયા બાદ તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કરી હતી. પ્રથમ હેલ્થકેયર સ્ટાર્ટ એપ હતી, જેનું નામ પીરામલ ઈ સ્વાસ્થ્ય હતું. તેનુ બીજી સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું જેનું નામ પીરામલ રિઅલટી હતું. હવે બંન્ને પીરામલ એન્ટરપ્રાઇઝનો ભાગ છે.
ઈશા રિલાયન્સ જીયો અને રિલાયન્સ રિટેલ બોર્ડમાં સામેલ છે. તેની પાસે યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં બેચલરની ડિગ્રી છે. તે જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં માસ્ટર્સ કરી લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે