GST Council: બેઠકમાં બીજા દિવસે રાજ્યોને ઝટકો, ગેમિંગ-કસીનો પર થયો આ નિર્ણય

તમામ રાજ્યોએ વળતરની વ્યવસ્થા વધારવાની માંગ કરી છે પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઓગસ્ટમાં મળનારી કાઉન્સિલની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

GST Council: બેઠકમાં બીજા દિવસે રાજ્યોને ઝટકો, ગેમિંગ-કસીનો પર થયો આ નિર્ણય

ચંદીગઢઃ ચંદીગઢમાં ચાલી રહેલી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠક સંપન્ન થઈ ગઈ છે. આશરે છ મહિના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રથમ દિવસે ઘણા પ્રસ્તાવો પર મહોર લગાવવામાં આવી હતી, તો અંતિમ દિવસે રાજ્યોને જીએસટી વળતર વધારવાના પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે ઓનલાઇન ગેમિંમગ પર 28 ટકા ટેક્સ લગાવવાના પ્રસ્તાવને પણ ટાળી દેવામાં આવ્યો છે. 

રાજ્યોની ક્ષતિપૂર્તિ પર નિર્ણય નહીં
પરંતુ જીએસટી કાઉન્સિલે રાજ્યોને ક્ષતિપૂર્તિની વ્યવસ્થા આગળ જારી રાખવા વિશે કોઈ નિર્ણય લેવાયો નથી. પુડુચેરીના નાણામંત્રી લક્ષ્મીનારાયણે કહ્યુ કે, રાજ્યોએ ક્ષતિપૂર્તિ વ્યવસ્થાને વધારવાની માંગ કરી છે, પરંતુ તે વિશે કોઈ નિર્ણય થઈ શક્યો નથી. આ વિશે અંતિમ નિર્ણય ઓગસ્ટમાં કાઉન્સિલની યોજાનારી બેઠકમાં કરવામાં આવી શકે છે. 

રાજ્યો માટે ખરાબ સમાચાર
આ રાજ્યો માટે ખરાબ સમાચાર છે. નોંધનીય છે કે એક જુલાઈ, 2017ના જીએસટી લાગૂ થવાની સાથે નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજ્યોને આ નવી ટેક્સ વ્યવસ્થાથી આવક નુકસાન થવા પર તેની ભરપાઈ કરવામાં આવશે. તેની મર્યાદા જૂન 2022માં ખતમ થઈ ગઈ છે. પરંતુ કોરોના મહામારીને કારણે બે વર્ષ પ્રભાવિત હોવાની સાથે રાજ્યોએ આ ભરપાઈની વ્યવસ્થા આગળ પણ ચાલુ રાખવાની માંગ કરી હતી. 

ઓનલાઇન ગેમિંગ, કસીનો પર આ નિર્ણય
જીએસટી કાઉન્સિલે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નેતૃત્વમાંએક મંત્રિસ્તરીય પેનલને કસીનો, ઓનલાઇન ગેમિંગ અને ઘોડાની દોડ માટે પ્રસ્તાવિત નવી ટેક્સ વ્યવસ્થા માટે જરૂરી નિયમોને અંતિમ રૂપ આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. 

જીએસટી કાઉન્સિલ સૈદ્ધાંતિક રૂપે સમિતિની ભલામણોથી સમહત છે પરંતુ કેટલાક નિયમોને અંતિમ રૂપ આપવાનું બાકી છે, જેથી 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સમિતિએ હોર્ષ રેસ, ઓનલાઇન ગેમિંગ અને કસીનો પર એક સમાન 28 ટકા જીએસટી દરની ભલામણ કરી હતી. વર્તમાનમાં 18 ટકા જીએસટી લાગે છે. 

મહત્વનું છે કે પ્રથમ દિવસની બેઠકમાં મંગળવારે જીએસટી કાઉન્સિલે કેટલીક વસ્તુઓ અને સેવાઓ પર દરમાં ફેરફારને મંજૂરી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news