Explainer: સરકારી કર્મચારીઓ માટે કઈ પેન્શન યોજના સારો વિકલ્પ..NPS કે UPS? જાણો ક્યાં થશે વધારે ફાયદો

યુનિફાઈડ પેન્શન સ્કીમ  જૂની પેન્શન સ્કીમ એનપીએસ કરતા કઈ રીતે અલગ છે? જો અલગ છે તો કેટલી અલગ છે? અને કર્મચારીઓએ આ પેન્શન યોજના કેમ અપનાવવી જોઈએ? આ સવાલ હાલ લગભગ દરેક કર્મચારીને મનમાં ઘૂમરાતો હશે. 

Explainer: સરકારી કર્મચારીઓ માટે કઈ પેન્શન યોજના સારો વિકલ્પ..NPS કે UPS? જાણો ક્યાં થશે વધારે ફાયદો

NPS vs UPS vs OPS: કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) નામની એક નવી પેન્શન યોજના શરૂ કરી છે. આ પેન્શન યોજના 2004થી લાગૂ કરાયેલી નેશનલ પેન્શન યોજના (NPS) નું અપડેટેડ વર્ઝન છે. 2004માં ભાજપની તત્કાલિન અટલ બિહારી વાજપેયી સરકારે નેશનલ પેન્શન સ્કીમને લાગૂ કરી હતી. ત્યારબાદ દેશના તમામ સરકારી અને બિનસરકારી કર્મચારીઓએ આ પેન્શન યોજનાનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો. એનપીએસના વિરોધનું મુખ્ય કારણ આ યોજનાનું શેર બજારને આધીન હોવું એ હતું. 

કેમ લાવવામાં આવી યુપીએસ?
નેશનલ પેન્શન સ્કીમ પર કર્મચારીઓનો વિરોધ જોતા આ વર્ષના એપ્રિલ મહિનામાં પૂર્વ નાણા સચિવ ડો. સોમનાથના નેતૃત્વમાં એનપીએસ સંલગ્ન કર્મચારીઓની સમસ્યાઓ પર મંથન કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ લગભગ તમામ રાજ્યો અને મજૂર સંગઠનો સાથે વાત કરી. આ સમગ્ર પ્રક્રિયા બાદ જ કમિટીએ યુનિફાઈડ પેન્શન સ્કીમની ભલામણ કરી જેને સરકારે ગત શનિવારે મંજૂરી આપી દીધી. 

કેમ અપનાવવી જોઈએ યુપીએસ
આ પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમ એનપીએસ કરતા કઈ રીતે અલગ છે? જો અલગ છે તો  કેટલી અલગ છે અને કર્મચારીઓએ આ પેન્શન યોજના કેમ અપનાવવી જોઈએ? આ સવાલ હાલ લગભગ દરેક કર્મચારીના મનમાં ઊભો થતો હશે અને તેના જવાબ ઈચ્છતા હશે. આ સમગ્ર મામલે આઈએએનએસએ વિશેષજ્ઞો પાસેથી એ જાણવા ઈચ્છ્યુ કે કેમ કર્મચારીઓએ એનપીએસ છોડીને યુપીએસ અપનાવવી જોઈએ. 

આ કારણસર થતો હતો વિરોધ
ઓલ ઈન્ડિયા રેલવે ફેડરેશનમાં ઈસ્ટર્ન રેલવે મેન્સ યુનિયન (એનઆરએમયુ)ના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા મજાકિયા અંદાજમાં કહે છે કે એનપીએસ તો 'નો પેન્શન સ્કીમ' હતી. એનપીએસ એક કન્ટ્રીબ્યુટરી સ્કીમ હતી જેમાં કર્મચારીઓના પૈસા માર્કટમાં લગાવવામાં આવતા હતા. તેના વિશે કોઈ પણ વ્યક્તિને વધુ જાણકારી નહતી. આ સ્કીમ માર્કેટના ઉતાર ચડાવ પર નિર્ભર કરતી હતી. આ સ્કીમ હેઠળ લોકોને (NPS) ₹800, ₹1000, ₹1500 અને ₹2000 રૂપિયા જ પેન્શન તરીકે મળે છે. 

તેઓ વધુમાં કહે છે કે એનપીએસ સ્કીમ કર્મચારીઓને બિલકુલ પસંદ નહતી. આ કારણસર કર્મચારીઓના આટલા આંદોલન થયા. એનપીએસ યુપીએસથી એકદમ અલગ સ્કીમ હતી. એનપીએસમાં કોઈ પણ કર્મચારીને નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નહતી. આથી કોઈ પણ રીતે યુપીએસ અને એનપીએસનો કોઈ મુકાબલો નથી. 

ઓપીએસથી કેટલી અલગ યુપીએસ
ઓલ્ડ પેન્શન સ્કીમથી યુનિફાઈડ પેન્શન સ્કીમ કેવી રીતે અલગ છે તેના પર શિવ ગોપાલ મિશ્રા કહે છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ એક કન્ટ્રીબ્યુટરી સ્કીમ છે, જ્યારે ઓલ્ડ પેન્શન સ્કીમમાં કર્મચારીઓનું કોઈ કન્ટ્રીબ્યુશન હોતું નહતું, તે તેમના સેવાના સમય પર આધારિત હતી. 

ઓપીએસથી પણ સારી છે યુપીએસ
આ સિવાય ફેમિલી પેન્શનના મમલે શિવ ગોપાલ મિશ્રા ઓલ્ડ પેન્શન સ્કીમ કરતા પણ યુનિફાઈડ પેન્શન સ્કીમને સારી માને છે. તેઓ કહે છે કે 2004 સુધી પોતાના અસ્તિત્વમાં રહેલી ઓલ્ડ પેન્શન સ્કીમમાં ફેમિલી પેન્શન વ્યક્તિના ટોટલ પેન્શનના 40 ટકા જ આપવાનું રહેતું હતું, જ્યારે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં તેને વધારીને 60 ટકા કરવામાં આવ્યું છે. જે સરકારનું ખુબ સારું પગલું છે. તેનાથી કર્મચારીઓ અને તેમના પરિવારને  ખુબ ફાયદો થશે. 

આ પેન્શન સ્કીમ એટલી સારી છે કે કર્મચારીઓએ એનપીએસને હટાવીને યુપીએસ પર અપડેટ કરી લેવું જોઈએ? આ સવાલનો જવાબ આપતા તેઓ  કહે છે કે લગભગ તમામ કર્મચારીઓ આ પેન્શન સ્કીમને એનપીએસની જગ્યાએ મહત્વ આપશે અને તેના પર શિફ્ટ થઈ જશે. કર્મચારીઓને એનપીએસથી ખુબ નુકસાન થશે, કારણ કે મોંઘવારી વધવાની સાથે એનપીએસ પેન્શનમાં કોઈ પણ વધારો થશે નહીં, જેનાથી કર્મચારીઓને ખુબ નુકસાન થશે. 

યુપીએસમાં મળે છે આ ફાયદા
તેઓ વધુમાં કહે છે કે પેન્શન રાશિ પર મોંઘવારી ભથ્થા ખુબ જરૂરી છે. કારણ કે જો તે નહીં હોય તો બજારનો ભાવ વધશે પરંતુ પેન્શન વધશે નહીં જેનાથી ન્યુટ્રલિટી ખતમ થશે. ત્યારબાદ આગળ જઈને કર્મચારી ભૂખમરાની કગાર પર આવી જશે. જેને જોતા આ 100 ટકા ખુબ સારો નિર્ણય છે. 

જો કે શું સરકારના યુપીએસમાં પોતાના ફાળાને વધારીને 18.5 ટકા કરવાના અને તમામ પેન્શન ધારકોની વાત કરીને દેશના અનેક રાજ્યોમાં જોરશોરથી ચાલતી ઓલ્ડ પેન્શન યોજનાની બહાલીનો મુદ્દો શાંત કરી શકશે? કારણ કે અનેક વિપક્ષી પાર્ટીઓ દરેક  ચૂંટણીમાં ઓલ્ડ પેન્શન સ્કીમ બહાલ કરવાનું વચન આપે છે. આ સવાલ પર જવાબ આપતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારો પણ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગૂ  કરવા માટે બાધ્ય બનશે. રાજ્ય સરકાર ભલે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગૂ કરવાની વાતો કરે પરંતુ હજુ સુધી કોઈ પણ સરકારે તેને લાગૂ કરી નથી. યુપીએસ લાગૂ કરવી એ ખુબ સારી વાત હશે કારણ કે આ એક ખુબ સારી યોજના છે તેનાથી કર્મચારીઓને ખુબ ફાયદો થશે. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે પત્રકારોના એક સવાલના જવાબમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે કોઈ પણ રાજ્ય માટે યુપીએસ લાગૂ કરવું બાધ્યકારી હશે નહીં. 

યુપીએસને આવકારી
જો કે આ વિષય પર શિવગોપાલ મિશ્રા કહે છે કે સોમવારે જ કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ પેન્શન યોજનાનું સ્વાગત કર્યું છે અને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મહદઅંશે રાજ્યોમાં કર્ચમારીઓની ઓલ્ડ પેન્શન યોજના બહાલ કરવાની માંગણી પણ ખતમ થશે અથવા તો ઓછી થશે. 

23 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો
યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને લાભ મળશે જ્યાં એક બાજુ એનપીએસ હેઠળ કર્મચારીઓના બે એકાઉન્ટ રહેતા હતા- ટિયર 1 અને ટિયર 2. તેને કોઈ પણ ખોલી શકતું હતું અને તેમાં  રોકાણ કરી શકતું હતું. જ્યારે યુપીએસ એક નિશ્ચિત પેન્શન સ્કીમ છે. આ સાથે જ તેમાં લોકોને ફેમિલી પેન્શન અને મિનિમમ પેન્શનની પણ ગેરંટી મળશે જ્યારે એનપીએસમાં એવું નહતું. 

એનપીએસના ફાયદા શું છે
ઓલ્ડ પેન્શન સ્કીમ, ઓપીએસ બંધ કર્યા બાદ 2004માં લાગૂ થયેલી એનપીએસમાં કર્મચારીઓને એવી સુવિધા આપવામાં આવી હતી કે સરકાર દ્વારા તેઓ પોતાના પગારના 10 ટકા (બેઝિક અને ડીએ) ભાગ ઈન્વેસ્ટ કરી શકાતો હતો, આ સ્કીમ હેઠળ એટલી જ ભાગીદારી (10 ટકા) સરકારની રહેતી હતી. આ પૈસા શેર બજારમાં રોકાણ કરીને કર્મચારીઓને સેવાનિવૃત્તિ સમયે તેમને 60 ટકા એક સાથે રકમ તરીકે અને બાકીની બચેલી 40 ટકા રકમ પેન્શન તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ રકમ ગ્રેચ્યુઈટી તરીકે મળનારી રકમથી અલગ હતી. 

જો કે આ પેન્શન યોજનામાં એ વાતની સિક્યુરિટી ન હતી કે કોઈ પણ કર્મચારીનો જો એક ફિક્સ અમાઉન્ટમાં પગાર હોય તો તેને રિટાયરમેન્ટ પર કેટલા પૈસા અને કેટલું પેન્શન મળશે? આ કારણે આ યોજનાનો વિરોધ થતો રહ્યો. જો કે 2014માં કેન્દ્ર સરકારે પોતાના અંશદાનને વધારીને 10 ટકાથી 14 ટકા કર્યું હતું. 

યુપીએસમાં પેન્શનની ગેરંટી
એનપીએસ કરતા અલગ એવી યુપીએસમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે એક નિશ્ચિત પેન્શન ગેરંટી છે. આ પેન્શન તેમની સેવા સમયગાળાના છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50 ટકા રહેશે. જો કે આ લાભ મેળવવા માટે કર્મચારીઓએ 25 વર્ષનો સેવા સમય પૂરો કરવો ફરજિયાત છે. 25 વર્ષના સમયગાળાને પૂરો ન કરનારા કર્મચારીઓને બીજા નિયમોના આધારે પેન્શન અપાશે. તેમના માટે 10,000 મિનિમમ પેન્શનની પણ વ્યવસ્થા કરાઈ છે. 

આ સાથે જ યુપીએસ હેઠળ કર્મચારીઓના પેન્શન પર મોંઘવારી ભથ્થા પણ સામેલ કરવાની જોગવાઈ કરાઈ છે. તે 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્ક્સ' ના આધાર પર કેલ્ક્યુલેટ કરવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news