2019 ચૂંટણી પહેલા ખુલશે 65000 નવા પેટ્રોલ પંપ, ઓઇલ કંપનીઓએ કરી જાહેરાત

છેલ્લા ચાર વર્ષમાં આ પ્રથમ તક છે, હવે પેટ્રોલપંપ લગાવા માટે જાહેરાત આપવામાં આવી છે.

2019 ચૂંટણી પહેલા ખુલશે 65000 નવા પેટ્રોલ પંપ, ઓઇલ કંપનીઓએ કરી જાહેરાત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની પહેલા જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ દેશભરમાં 65,000 પેટ્રોલ પંપો બનાવાની યોજનાઓ બનાવી છે. જેથી દેશભરમાં તેમના પેટ્રોલપંપોની સંખ્યા સગભગ બે ગણી થઇ જશે. ઓઇલ કંપનીઓએ જાહેરાત આપી છે. સરકારે પેટ્રોલ પંપોના એક એક મહત્વપૂર્ણ નિયમ પર સંશોધન કર્યું છે. સર્વસંમતિ થયેલા નવા નિયમોના આધારે કરવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભઆરત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)ને રવિવરે દેશમાં 55,649 પેટ્રોપંપોની સ્થાપના કરવા માટે જાહેરાત આપી છે. 

એચપીસીએલમના રાજ્યસ્તરીય સંકલનકાર વિશાલ વાજપેયીએ કહ્યું, ‘આમાંથી કોઇ પણ પેટ્રોલ પંપનું સ્થાન ચૂંટણી વાળા રાજ્યમાં નથી, જ્યારે ચૂંટણી રાજ્યોમાં પણ લગાવનારા પેટ્રોલ પંપોની સંખ્યાઓનો સાથે આ આંકડો 65,000 સુધી પહોચી જશે. અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ રાજ્યોમાં જાહેરાત આપાવમાં આવશે. 

આઇઓસીએ 26,982 નવા પેટ્રોલ પંપો માટે જાહેરાત આપી છે. દેશમાં કંપનીની પાસે પહેલા 27,377 પેટ્રોલ પંપો હતા. ત્યારબાદ બીપીસીએલ અને એચપીસીએલ પાસે ક્રમશઃ 15,802 અને 12,865 નવા પેટ્રોલ પંપો માટે જાહેરાત આપવામાં આવી છે. બંન્ને કંપનીઓ પાસે પહેલેથી જ ક્રમશ 14,592 અને 15,287 પેટ્રોલ પંપ છે. 

દિલ્હીમાં ખુલશે 170 નવા પેટ્રોલ પંપ 
વિશાલ બાજપેયીએ કહ્યું કે દિલ્હીમાં 390 પેટ્રોલ પંપો આવેલા છે અને 170 નવા બનાવમા આવશે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી વાળા રાજ્યોમાં આશરે નવ દસ હજાર સ્થળો પર પેટ્રોલ પંપો ખોલવાની યોજના છે. વધુમાં તેણે કહ્યું કે સર્વ સંમત્તિ નવા નિયમના આધારે લેવમાં આવશે. નવા નિયમોમાં પેટ્રોલ પંપ લગાવા માટેના સ્થળના માલિકની અનિવાર્ય 12મું પાસની શૈક્ષણિક લાયકાતને ઘટાડીને 10 પાસ કરી દેવામાં આવી છે. 

ચાર વર્ષમાં પહેલી વાર આવી જાહેરાત
છેલ્લા ચાર વર્ષમાં આ પ્રથમ તક છે, હવે પેટ્રોલપંપ લગાવા માટે જાહેરાત આપવામાં આવી છે. દેશમાં હાલમાં કુલ મળીને 63,674 પેટ્રોલ પંપ આવેલા છે. જેમાંથી મોટા ભાગના જાહેર ક્ષેત્રની કંપનીઓના છે. ખાનગી ક્ષેત્રમાં સૌથી વધારે નાયરા એનર્જી લિમિટેડના 4,895 પેટ્રોલ પંપો આવેલા છે. જેને પહેલે એસ્સાર આયલ લિમિટેડના નામે ઓળખવામાં આવતું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના 14,00 અને રાયલ ડટ શૈલના 116 પેટ્રોલ પંપ આવેલા છે. 

બાજપેયીએ કહ્યું કે ભારત જેવા અર્થતંત્રમાં ઉર્જાની માંગમાં ઝડપથી વધારો આવી રહ્યો છે. ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી માંગને અનુલક્ષીને પેટ્રોલ પંપના નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલનું છૂટક વેચાણ ક્રમશ: આઠ ટકા અને ચાર ટકા વાર્ષિક દરથી વધારો આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news