હવે Ola Uber પીક અવર્સમાં નહીં વધારી શકે ચાર્જ, કેબ શેરિંગની સુવિધા પણ થશે બંધ

Ola Uber Charges In Peak Hours: દિલ્લીમાં એપ આધારિત ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટૂ વ્યહીલર ઓપરેટરો માટે એગ્રીગેટર પોલીસીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જેના માટે અઠવાડિયામાં લોકોના અભિપ્રાય લેવામાં આવશે. અગાઉ એવી જોગવાઈ હતી કે ટેક્સી ઓપરેટરો નિયત ભાડા કરતા બમણા સુધીનો વધારાનો ચાર્જ વસૂલ કરી શકતા હતા. પરંતુ હવે આ મનમાની બંધ થશે.

હવે Ola Uber પીક અવર્સમાં નહીં વધારી શકે ચાર્જ, કેબ શેરિંગની સુવિધા પણ થશે બંધ

Ola Uber Charges In Peak Hours: ઓલા-ઉબેર જેવી મોબાઈલ એપ આધારિત ટેક્સી સર્વિસ હવે પીક અવર્સમાં પણ ગ્રાહકો પાસેથી વધુ ભાડું નહીં વસૂલી શકે. ટ્રાન્સપોર્ટ વિભાગે એપ આધારિત ટેક્સિ સુવિધા માટે જાહેર કરેલી પોલીસીમાં વધારાનો ચાર્જ હટાવી દીધો છે દિલ્લીમાં એપ આધારિત ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટૂ વ્યહીલર ઓપરેટરો માટે એગ્રીગેટર પોલીસીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જેના માટે અઠવાડિયામાં લોકોના અભિપ્રાય લેવામાં આવશે. અગાઉ એવી જોગવાઈ હતી કે ટેક્સી ઓપરેટરો નિયત ભાડા કરતા બમણા સુધીનો વધારાનો ચાર્જ વસૂલ કરી શકતા હતા. પરંતુ હવે આ મનમાની બંધ થશે.

આ પણ વાંચો:

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ખુદ અસમંજસમાં

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ  ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કૈલાશ ગેહલોત ખુદ ભાડાની વિસમતાથી નારાજ છે. તેમના મતે એપ આધારિત ટેક્સી ઓપરેટરોને વધારાના ભાડાની મંજૂરી આપવામાં આવે છે. તો પછી અન્ય ટેક્સી ડ્રાઈવર જેમના ભાડ સરકારે નક્કી કરેલા છે તેમના ભાડમાં વધારાની મંજૂરી કેમ ન આપવી જોઈએ. જેથી હવે વધારાના ભાડા વસૂલવાની જોગવાઈ દૂર કરવામાં આવશે. પોલીસી બન્યાના 3 મહિનામાં વાહનોનું રજિસ્ટ્રેશન ના કરાવનારને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કે ટેક્સી તરીકે ચાલતા વાહનોની નિયત સમયમાં વિભાગને માહિતી ના આપવામાં આવે તો 15 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

શું હોય છે સર્જ ભાવ?

જો કોઈ સ્થળ પર ટેક્સીના બુકિંગની વધુ ડિમાન્ડ હોય અને તેની સામે ટેક્સીઓની સંખ્યા ઓછી હોય ત્યારે વધારવામાં આવતા ભાડાને સર્જ ભાવ કહેવાય છે. આવી સ્થિતિમાં ટેક્સીની સુવિધા સૌથી વધુ ભાડું ચૂકવનાર ગ્રાહકને જ મળી શકે છે. જેમાં મોટા ભાગે પીક અવર્સ એટલે કે સવારે 7થી 11 વાગ્યા સુધી અને સાંજે 5થી 8 વાગ્યા સુધી અથવા મોડી રાત્રે ઓછી ટેક્સી ઉપલ્બધ હોય ત્યારે ભાડા વધી જતા હોય છે.

હવે નહીં થાય શેરિંગ

દિલ્લી સરકાર કેબ શેરિંગની સુવિધાને ખત્તમ કરવાની તૈયારીમાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓના લીધે કેબ શેરિંગ શક્ય નથી. ટેક્સીઓને કોન્ટ્રાક્ટ કેરેજ હેઠળ પરમિટ આપવામાં આવે છે. જે અંતર્ગત વાહનનું સંપૂર્ણ બુકિંજ થાય છે. જેમાં શેરિંગ ના કરી શકાય.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news