Opium Farming: સફેદ ફૂલોની સાથે લહેરાવા લાગ્યું 'બ્લેક ગોલ્ડ', ખેડૂતોએ કરી જડબેસલાક સુરક્ષા
ભીમગઢના ખેડૂત પ્રકાશ ચંદ્ર ચૌધરીના જણાવ્યા અનુસાર, આ પાક કિંમતી છે. જેથી કરીને તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવી પડશે. પરિવાર ફૂલો આવે તે પહેલા જ ખેતરમાં આવી જાય છે કારણ કે સુરક્ષાની સાથે સાથે કાળજી પણ લેવી પડે છે.
Trending Photos
ચિત્તૌડગઢ: 'બ્લેક ગોલ્ડ' એટલે કે અફીણની ખેતી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. થોડા દિવસોમાં અફીણ પાક્યા પછી તૈયાર થઈ જશે. આવા સંજોગોમાં પશુ-પક્ષીઓના રક્ષણની સાથે ચોરીના કારણે ખેડૂતોએ પાકને સુરક્ષિત રાખ્યો છે. મોટાભાગના ગામોમાં જ્યાં અફીણની ખેતી થાય છે, ત્યાં દિવસ દરમિયાન શાંતિ હોય છે કારણ કે ખેડૂતો તેમના પરિવાર સાથે ખેતરોમાં જાય છે. ખાવા પીવાનું અને રહેવાનું પણ ખેતરોમાં જ કરે છે. રાત્રે પણ ખેતરની ચોકી કરવા માટે કોઈને કોઈ હોય છે.
ચિત્તોડગઢ જિલ્લો અફીણની ખેતી રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ટોચના સ્થાને માનવામાં આવે છે. અહીં લગભગ 17000 ખેડૂતો પાસે અફીણની ખેતી માટે લાયસન્સ છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વાવેલા પાક પર સફેદ ફૂલો દેખાવા લાગ્યા છે. પાક સંપૂર્ણપણે ફૂલે તે પહેલાં જ ખેડૂતોએ કામ શરૂ કરી દિધું છે. જો કે અહીં અમે તમને જણાવી દઈએ કે અફીણના પાકની ખેતી પર ગુજરાતમાં પ્રતિબંધ છે.
નીલગાય અને રખડતા ઢોરથી પાકને બચાવવા માટે તારની ફેન્સીંગ કરવામાં આવી છે. પવનથી પાકને નુકસાન ના થાય તે માટે ચારેબાજુ કપડાં બાંધી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પક્ષીઓથી બચાવવા માટે રેશમી જાળીનો પણ ઉપયોગ કર્યો છે.
ભીમગઢના ખેડૂત પ્રકાશ ચંદ્ર ચૌધરીના જણાવ્યા અનુસાર, આ પાક કિંમતી છે. જેથી કરીને તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવી પડશે. પરિવાર ફૂલો આવે તે પહેલા જ ખેતરમાં આવી જાય છે કારણ કે સુરક્ષાની સાથે સાથે કાળજી પણ લેવી પડે છે. કચનારિયા ગામના સીતારામ જાટના જણાવ્યા અનુસાર, અફીણના ફૂલો દેખાતાની સાથે જ ખેડૂત પરિવાર ગામ છોડીને ખેતરમાં સ્થાયી થઈ જાય છે.
કુટુંબનો એક અથવા બીજો સભ્ય આખો સમય પાકની નજીક રહે છે. અફીણનો પાક ના થાય ત્યાં સુધી ખેડૂત પરિવાર ખેતર છોડતો નથી. અફીણની ખેતી કરનાર પાકની સુરક્ષા માટે ખેતરમાં રહે છે. ખાવા-પીવાની વ્યવસ્થા પણ ખેતરમાં જ થાય છે. ચિત્તોડગઢ, પ્રતાપગઢ, મંદસૌર અને નીમચને અફીણનો ગઢ કહેવામાં આવે છે કારણ કે દેશમાં સૌથી વધુ અફીણનું ઉત્પાદન આ પટ્ટામાં થાય છે.
(Disclaimer: ગુજરાતમાં અફીણની ખેતી પર પ્રતિબંધ છે. ઝી 24 કલાક દ્વારા આ અહેવાલ માત્ર સમાચારની જાણકારી આપવા હેતુસર છે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે