Adani Group News: 'ફ્રોડને રાષ્ટ્રવાદથી ઢાંકી શકાય નહીં', અદાણીના 413 પાનાના જવાબ પર હિંડનબર્ગનો વળતો પ્રહાર

Adani Group News: હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ફ્રોડના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ આ ગ્રુપની કંપનીઓના શેરનું છેલ્લા કેટલાક દિવસથી ભારે ધોવાણ થઈ રહ્યું છે. અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના આરોપના જવાબમાં રવિવારે 413 પાનાનું એક 'સ્પષ્ટીકરણ' બહાર પાડ્યું. જો કે  હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના એ આરોપો ફગાવી દીધા છે કે ગ્રુપ  વિરુદ્ધ તેમનો રિપોર્ટ ભારત પર હુમલો હતો.

Adani Group News: 'ફ્રોડને રાષ્ટ્રવાદથી ઢાંકી શકાય નહીં', અદાણીના 413 પાનાના જવાબ પર હિંડનબર્ગનો વળતો પ્રહાર

Adani Group News: હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના એ આરોપો ફગાવી દીધા છે કે ગ્રુપ  વિરુદ્ધ તેમનો રિપોર્ટ ભારત પર હુમલો હતો. હિંડનબર્ગ રિસર્ચે સોમવારે કહ્યું કે  ભારત એક જીવંત લોકતંત્ર અને ઉભરતી મહાશક્તિ છે અને અદાણી ગ્રુપ 'વ્યવસ્થિત લૂંટ'થી ભારતના ભવિષ્યને રોકી રહ્યું છે. 

આરોપો પર અદાણી ગ્રુપનું સ્પષ્ટીકરણ
અત્રે જણાવવાનું કે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ફ્રોડના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ આ ગ્રુપની કંપનીઓના શેરનું છેલ્લા કેટલાક દિવસથી ભારે ધોવાણ થઈ રહ્યું છે. અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના આરોપના જવાબમાં રવિવારે 413 પાનાનું એક 'સ્પષ્ટીકરણ' બહાર પાડ્યું છે. ગ્રુપે આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા. હિંડનબર્ગ રિસર્ચ પર યોગ્ય શોધ ન કરવા અને કોપી પેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. 

હિંડનબર્ગ રિસર્ચ પોતાના રિપોર્ટ પર મક્કમ
બીજી બાજુ હિંડનબર્ગ રિસર્ચ પોતાના રિપોર્ટ પર મક્કમ છે. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે બે વર્ષની તપાસથી જાણવા મળ્યું છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી શેરોમાં ગડબડી અને લેખા જોખાની હેરાફેરીમાં સામેલ રહ્યું છે. એમ પણ કહ્યું કે એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના ગ્રુપે પોતાની પ્રતિક્રિયાની શરૂઆત એ દાવા સાથે કરી કે અમે મૈડોફ ઓફ મેનહટન છીએ. બર્નાડ લોરેન્સ મેડોફને પોંજી કૌભાંડમાં 2008માં ધરપકડ કરીને 150 વર્ષની જેલની સજા થઈ હતી.

 'ભારત પર સમજી વિચારીને કરાયેલો હુમલો'
અદાણી ગ્રુપે રવિવારે સાંજે આરોપોના જવાબમાં કહ્યું હતું કે હિંડનબર્ગ દ્વારા ભારત પર સમજી વિચારીને હુમલો કરાયો છે. ગ્રુપે કહ્યું હતું કે આ આરોપ બીજુ કઈ નહીં પરંતુ ફક્ત 'જૂઠ્ઠાણું' છે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે આ રિપોર્ટ એક કૃત્ર્મ બજાર બનાવવાની કોશિશ છે જેનાથી શેરોના ભાવ નીચે લાવીને અમેરિકાની કંપનીઓને નાણાકીય લાભ પહોંચાડી શકાય. ગ્રુપે એમ પણ કહ્યું હતું કે આ રિપોર્ટ ખોટા તથ્યો પર આધારિત નિહિત સ્વાર્થથી બહાર પાડવામાં આવ્યો છે. 

ગ્રુપે કહ્યું હતું કે આ ફક્ત કોઈ વિશિષ્ટ કંપની પર એક અવાંછિત હુમલો નથી પરંતુ ભારત, ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા, તથા ભારતની વિકાસ ગાથા અને મહત્વકાંક્ષાઓ પર એક સુનિયોજિત હુમલો છે. 

'ફ્રોડ એ ફ્રોડ જ હોય છે'
હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના આ આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ફ્રોડ એ ફ્રોડ જ હોય છે. પછી ભલે તેને દુનિયાના સૌથી ધનિક માણસે અંજામ કેમ ન આપ્યો હોય. હિંડનબર્ગે કહ્યું કે અમે અદાણી ગ્રુપને 88 વિશેષ સવાલ કર્યા હતા જેમાંથી ગ્રુપ 62 સવાલોના યોગ્ય રીતે જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું. શોર્ટ સેલિંગમાં વિશેષજ્ઞતા ધરાવતા ન્યૂયોર્કની એક નાનકડી કંપનીના રિપોર્ટ બાદ ફક્ત બે કારોબારી સત્રમાં અદાણી ગ્રુપની કંપનીઓનું બજાર મૂલ્યાંકન 50 અબજ ડોલરથી વધુ ઘટી ગયું છે. અદાણીને પોતાને 20 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. 

(ઈનપુટ- ભાષા) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news