ઓસીયા હાયપર SME-IPO મારફતે 39.77 કરોડ રૂપિયા ઉભા કરશે

ભરણું તા.26 માર્ચ, 2019ના રોજ ખૂલશે અને તા.28 માર્ચ, 2019ના રોજ બંધ થશે.  કંપનીએ ઓછામાં ઓછા 400 શેરનો લોટ રાખવાનું નક્કી કર્યું છે. હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ (HNIs) માટે બીડ લોટ રૂપિયા 800 અને તે પછી રૂપિયા 400ના ગુણાંકમાં રહેશે.

ઓસીયા હાયપર SME-IPO મારફતે 39.77 કરોડ રૂપિયા ઉભા કરશે

અમદાવાદ: ગુજરાતમાં પોતાની હાજરી મજબૂત કરવાનો ઉદ્દેશ ધરાવતી ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડ કે જે પોતાની હાયપરમાર્કેટ બ્રાન્ડ- ઓસીયા હાયપર માર્કેટ રિટેઈલ લિમિટેડ દ્વારા ઓર્ગેનાઈઝ્ડ રિટેઈલ ક્ષેત્રે સંકળાયેલી કંપની છે. કંપની તેની પ્રથમ ઈનિશ્યલ પબ્લિક ઓફરીંગ (આઈપીઓ) લાવવા માટે સજ્જ બની છે. કંપની આ આઈપીઓ મારફતે રૂ.10નો એક એવા 15,78,400 ઈક્વિટી શેર રૂ.252ની ફીક્સ કિંમતે ઓફર કરી રહી છે. આ આઈપીઓનું નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના ઈમર્જ પ્લેટફોર્મ પર લીસ્ટીંગ કરાશે. 

આ ભરણું તા.26 માર્ચ, 2019ના રોજ ખૂલશે અને તા.28 માર્ચ, 2019ના રોજ બંધ થશે.  કંપનીએ ઓછામાં ઓછા 400 શેરનો લોટ રાખવાનું નક્કી કર્યું છે. હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ (HNIs) માટે બીડ લોટ રૂપિયા 800 અને તે પછી રૂપિયા 400ના ગુણાંકમાં રહેશે. આ ભરણાં મારફતે કંપની 26.52 ટકા પેઈડ-અપ શેર કેપિટલ ધરાવશે. ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડ એ 6 વર્ષ જૂની કંપની છે અને તેનું વડુ મથક અમદાવાદ ખાતે આવેલું છે. કંપની પોતાના પ્રથમ જાહેર ભરણાં મારફતે કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા ઉપરાંત તેના સ્ટોર્સનું નેટવર્ક ગુજરાતના વર્ગ-3 અને વર્ગ-4ના શહેરોમાં વિકસાવવા માંગે છે.

2013માં કંપનીની સ્થાપના કર્યા પછી, વર્ષ 2014માં કંપનીએ પ્રથમ સ્ટોરનો પ્રારંભ અમદાવાદમાં કર્યો હતો. વિતેલા વર્ષોમાં કંપનીએ કામગીરીનો વ્યાપ ગુજરાતમાં વિસ્તાર્યો છે અને હાલની તારીખે એમનો રિટેઈલ બિઝનેસ અમદાવાદ ઉપરાંત વડોદરા, ગાંધીનગર, ગાંધીધામ અને દહેગામમાં વિસ્તરેલો છે.ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર ધિરેન્દ્ર ચોપરાએ જણાવ્યું હતું કે "અમે અમારા ગ્રાહકોની ભિન્ન પ્રકારની અને વૈવિધ્ય ધરાવતી માંગ વિવિધ કેટેગરીની સંખ્યાબંધ ચીજો દ્વારા પૂર્ણ કરી છે, જેમાં વસ્ત્રો, એસેસરીઝ, એફએમસીજી, હસ્તકલા અને હાથવણાંટની ચીજો, સૌંદર્ય પ્રસાધનો અને પર્સનલ કેર પ્રોડક્ટસ અને રસોડાની આવશ્યક ચીજો ઉપરાંત ગૃહ સુશોભનની ચીજો એક જ સ્થળે ઉપલબ્ધ કરી છે." છેલ્લા 5 વર્ષમાં કંપનીની આવક 66.99 ટકાના એકંદર વાર્ષિક વૃધ્ધિ દરથી (CAGR) વધી છે.

કંપનીના ભાવિ આયોજનો અંગે વિગત આપતાં ચોપરાએ જણાવ્યું હતું કે "આ આઈપીઓ મારફતે અમારા હાલના સ્ટોર્સમાં મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ફર્નિચર અને ફીક્ચર ઉપરાંત અન્ય વિવિધ પ્રોડક્ટસનો ઉમેરો કરવામાં માનીએ છીએ. તેનાથી અમારા 11 સ્ટોર્સમાં ગ્રાહકોને પ્રાપ્ત થતા અનુભવમાં વૃધ્ધિ થશે. આ ઉપરાંત આઈપીઓ મારફતે ઉભી કરેલી રકમ વડે અમે અમારી કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માંગીએ છીએ."

ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે "આગળ જતાં અમે અમારી કામગીરીનું વિસ્તરણ કરવા માંગીએ છીએ અને અમારું વિતરણ નેટવર્ક ગુજરાતના અન્ય ભાગોમાં વિસ્તારવા માંગીએ છીએ. તેની સાથે સાથે અમે અમદાવાદમાં રિટેઈલ હાયપર માર્કેટ બિઝનેસનો વ્યાપ વિસ્તારીને અમારૂં સ્થાન સુદ્રઢ કરવા માંગીએ છીએ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news