અમદાવાદ : એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બિલ્ડર વિપુલ પટેલનું મોત

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. 

અમદાવાદ : એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બિલ્ડર વિપુલ પટેલનું મોત

જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એસજી હાઇવેના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું છે. આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના એવા હાલ થયા હતા કે, જોનારા પણ હચમચી ગયા હતા. પોલીસ તપાસ કરતા, વિપુલ અને પ્રતિક ભટ્ટની કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. તો સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કાર પ્રતિક ભટ્ટની હતી, અને તે પોલીસ પુત્ર હોવાનું કહેવાય છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

AccidentAHm.JPG

પોલીસ તપાસ કરતા, પ્રતિકની કારમાંથી ખાલી ગ્લાસ પણ મળી આવ્યા છે. અકસ્માતને નજરે જોનારાઓએ કહ્યું કે, ઈસ્કોન બાજુથી કાર આવી હતી, અને સામેના રોડ પર નીચે પટકાઈ તવેરા સાથે અથડાઈ હતી. વિપુલ અને પ્રતિકની કાર પૂરઝડપે આવી રહી હતી, જેને અકસ્માત સર્જ્યો હતો. એક ગાડીમાં વિપુલ પટેલ અને પ્રતિક ભટ્ટ સવાર હતા. તો તવેરા ગાડીમાં સાતથી વધુ લોકો સવાર હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news