સુરતમાં બાળકો નથી સલામત, 9 દિવસમાં ચાર બાળકી હવસનો શિકાર બની

 સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે. તેમાં પણ બાળકો સલામત નથી, તેવા પુરાવા દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 9 દિવસમાં ચાર બાળકીઓ પીઁખાઈ છે. રમકડા રમવાની ઉંમરે નરાધમો બાળકીઓને પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. સુરતમાં વધુ એક બાળકીને દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. 
સુરતમાં બાળકો નથી સલામત, 9 દિવસમાં ચાર બાળકી હવસનો શિકાર બની

સુરત : સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે. તેમાં પણ બાળકો સલામત નથી, તેવા પુરાવા દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 9 દિવસમાં ચાર બાળકીઓ પીઁખાઈ છે. રમકડા રમવાની ઉંમરે નરાધમો બાળકીઓને પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. સુરતમાં વધુ એક બાળકીને દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. 

એક પરપ્રાંતીય દંપતી સુરતની એક ડાઈંગ મિલમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ કડોદરા વિસ્તારમાં રહે છે. તેમને સંતાનમાં સાત વર્ષની દીકરી છે. આ દીકરીને તેની ફોઈ સાચવતી હતી. ગતરોજ આ દંપતી સાંજે નોકરી પર હતું, ત્યારે સાત વર્ષની માસુમ બાળકીને એપાર્ટમેન્ટની નીચેથી કોઈ મોઢુ દબાવીને લઈ ગયું હતું. આ શખ્સે બાળકીને અવાવરુ જગ્યા પર લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાદમાં નરાધમ ગામ પાસે બાળકીને
મૂકીને ફરાર થઈ ગયો હતો. 

બાળકી રડતા રડતા પોતાના ઘરે આવી હતી, અને તેણે ઘરે આવીને તમામ માહિતી આપી હતી. આથી દંપતીએ આ અંગે પોલીસને ફરિયાદ નોઁધાવી છે. પોલીસે સોસાયટીની દુકાન પાસે લાગેલા કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. બાળકીને માર મરાયો હતો નરાધમ બાળકીને બહુ જ ખરાબ રીતે પીંખી હતી. તેના ગુપ્ત ભાગમાંથી લોહી વહેલા લાગ્યું હતું. તો નરાધમે બાળકીને ગાલ પર માર પણ માર્યો હતો, જેથી તેના ગાલ પર મારવાના નિશાન હતા. તો તેના બંને હાથ પગ પર પણ ઈજાના નિશાન મળી આવ્યા હતા. નરાધમે બાળકીને ઝાડી ઝંખરામાં ઘસડી હોવાથી બાળકી બહુ જ ઈજાગ્રસ્ત હાલતમાં હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news