Paytm યૂઝર્સ માટે ખાસ સમાચાર, કંપનીએ શરૂ કરી નવી સુવિધા, હવે 0% વ્યાજ પર મળશે 60,000 સુધીની લોન
પેટીએમે (Paytm) પોતાની બાય નાઉ, પે લેટર સર્વિસ (Buy Now, Pay Later service) હેઠળ પોસ્ટપેડ મિની (Postpaid Mini) લોન્ચ કરી છે. કંપની તેનાથી નાની લોન ઉપલબ્ધ કરાવશે.
Trending Photos
નવી દિલ્હીઃ શું તમે પણ પેટીએમ (Paytm) નો ઉપયોગ કરો છો? તો તમારા માટે સારા સમાચાર છે. પેટીએમ પર હવે તત્કાલ 60 હજાર રૂપિયા સુધીની લોન મળશે. પેટીએમે (Paytm) પોતાની બાય નાઉ, પે લેટર સર્વિસ (Buy Now, Pay Later service) હેઠળ પોસ્ટપેડ મિની (Postpaid Mini) લોન્ચ કરી છે. કંપની તેનાથી નાની લોન ઉપલબ્ધ કરાવશે. તમને જણાવી દઈએ કે કંપનીએ તે માટે આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ (Aditya Birla Finance Ltd) સાથે ભાગીદારી કરી છે.
કોરોના કાળમાં થશે મદદ
કંપની પ્રમાણે નાની ટિકિટ તત્કાલ લોન (Small-Ticket Instant Loans) ગ્રાહકોને આ કોરોના સંકટ વચ્ચે એક ફ્લેક્સિબિલિટી આપશે. આ કોરોના વાયરસ મહામારી દરમિયાન ઘરેલુ ખરચાને મેનેજ કરવા માટે આ લોન ઉપયોગી સાબિત થશે. આ લોન યૂઝર્સને મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ, ગેસ સિલિન્ડર બુકિંગ, લાઇટ અને પાણીના બિલ જેવા માસિક બિલોની ચુકવણીમાં મદદ કરશે.
કંપની આપી રહી છે તત્કાલ ક્રેડિટ
પોસ્ટપેડ મિની લોન્ચ હોવાની સાથે કંપની 60,000 રૂપિયા સુધીની તત્કાલ ક્રેડિટ (Instant Credit) સિવાય 250 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની લોન પણ ઉપલબ્ધ કરાવશે. સાથે ગ્રાહક પેટીએમ પોસ્ટપેડ મિનીની સાથે પેટીએમ મોલ પરથી ખરીદી પણ કરી શકે છે.
પ્રથમવાર લોન લેનારને મળશે નવી સુવિધા
પેટીએમ લેન્ડિંગના સીઈઓ ભાવેશ ગુપ્તાએ કહ્યુ- અમે પ્રથમવાર લોન લેનારી વ્યક્તિ માટે એક નવી સુવિધા શરૂ કરી રહ્યાં છીએ. તેના દ્વારા તેનામાં એક નાણાકીય અનુશાસન પણ પેદા થશે. આ પોસ્ટપેડ સુવિધા દ્વારા અમે ઇકોનોમીમાં માંગ વધારવા માટે પણ એક મોટો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમારી નવી પોસ્ટપેડ સર્વિસથી યૂઝર્સને સમય પર પોતાના બિલ અને બાકી પેમેન્ટની ચુકવણી કરવામાં સુવિધા રહેશે.
આ પણ વાંચોઃ રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચારઃ હવે તમારી ટિકિટ પર કોઈ બીજું પણ કરી શકશે મુસાફરી!
30 દિવસ સુધી કોઈ વ્યાજ નહીં
કંપનીએ આ નવી સર્વિસ હેઠળ યૂઝર્સને શૂન્ય ટકા વ્યાજ પર લોન ચુકાવવા માટે 30 દિવસની ઓફર આપી રહી છે. તેમાં કોઈ વાર્ષિક ફી કે એક્ટીવેશન ચાર્જ પણ નથી. પરંતુ તેણે માત્ર એક ન્યૂનતમ સુવિધા ફી (convenience fee) આપવી પડશે. પેટીએમ પોસ્ટપેડ દ્વારા યૂઝર્સ દેશભરમાં ઓનલાઇન અને ઓફલાઇન મર્ચન્ટ સ્ટોર પર પેમેન્ટ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે