Gold price today : સોનાની કિંમતમાં ફરી તેજી, આટલા રૂપિયામાં મળી રહ્યું છે 10 ગ્રામ Gold

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓગસ્ટ મહિનાની ડિલિવરી માટે સોનાની કિંમત 69 રૂપિયાની તેજીની સાથે 47354 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 
 

Gold price today : સોનાની કિંમતમાં ફરી તેજી, આટલા રૂપિયામાં મળી રહ્યું છે 10 ગ્રામ Gold

નવી દિલ્હીઃ ભારતમાં સોમવારે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના ભાવ 69 રૂપિયાના વધારા સાથે 46408 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જાણકારો પ્રમાણે સોનામાં તેજીનું કારણ ગ્લોબલ ટ્રેન્ડ છે. HDFC Securities પ્રમામે એક દિવસ પહેલા સોનું 46,339 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તો ચાંદીના ભાવમાં 251 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે ચાંદીનો ભાવ 69035 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓગસ્ટ મહિનાની ડિલિવરી માટે સોનાની કિંમત 69 રૂપિયાની તેજીની સાથે 47354 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં 10652 લોટ માટે કારોબાર થયો છે. 

બજાર નિષ્ણાંતોએ કહ્યું કે, કારોબારીઓ દ્વારા તાજા સોદાની લેવાલી કરવાથી સોનાની વાયદા કિંમતોમાં ફાયદો થયો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાની કિંમત 0.52 ટકાની તેજીની સાથે 1,792.60 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. 

મજબૂત હાજર માંગ વચ્ચે કારોબારીઓએ પોતાના સોદાના આકારને વધાર્યો જેથી વાયદા કારોબારમાં સોમવારે ચાંદીની કિંમત 245 રૂપિયાના વધારા સાથે 70,433 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સપ્ટેમ્બરમાં ડિલિવરીવાળી ચાંદીનો વાયદા ભાવ 245 રૂપિયા એટલે કે 0.35 ટકાની તેજી સાથે 70433 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. આ વાયદા કરારમાં 9203 લોટનો કારોબાર થયો હતો. 

બજાર નિષ્ણાંતોએ કહ્યું કે ઘરેલૂ બજારમાં ચાંદીમાં તેજીના વલણને કારણે કારોબારીઓએ તાજા સોદાની લેવાલીથી વાયદા કારોબારમાં ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ  26.72 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news