સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજનો ભાવ
સાઉદી અરામકો પર ડ્રોન હુમલા બાદ ઓઇલ સપ્લાય ઘટવાથી ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) સતત વધી રહ્યા છે. ગુરૂવારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સાઉદી અરામકો પર ડ્રોન હુમલા બાદ ઓઇલ સપ્લાય ઘટવાથી ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) સતત વધી રહ્યા છે. ગુરૂવારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. સાથે જ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. દિલ્હીમાં પેટ્રોલમાં પેટ્રોલ 29 પૈસા પ્રતિ લીટર મોંઘું થઇને 72.71 રૂપિયા અને ડીઝલ 19 પૈસાની વધીને 66.01 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ પહેલાં મંગળવારે પેટ્રોલ 24 પૈસા અને ડીઝલ 25 પૈસા મોંઘુ થયું હતું.
હુમલા બાદ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો
ગુરૂવારે સવારે પેટ્રોલના ભાવ વધીને કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં રેટ ક્રમશ: 75.43 રૂપિયા, 78.39 રૂપિયા અને 75.57 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા. તો બીજી તરફ ડીઝલના ભાવ ક્રમશ: 68.42 રૂપિયા, 69.23 રૂપિયા અને 69.79 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે, જેની અસર એશિયાઇ દેશોમાં ઓઇલ આપૂર્તિ પર પડી રહ્યો છે. ગત ત્રણ મહિનામાં પેટ્રોલમાં 68 પૈસા ડીઝલમાં 58 પૈસાની તેજી નોંધવામાં આવી છે.
ક્રૂડના ભાવમાં તેજીની આશંકા
જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ક્રૂડની કિંમતમાં વધુ તેજી આવી શકે છે, તેની અસર ધીરે-ધીરે બજારમાં પણ જોવા મળી શકે છે. એનાલિસ્ટ્સને આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં $10 ના ઉછાળાની આશંકા છે. ગુરૂવારે સવારે બ્રેન્ટ ક્રૂડ સામાન્ય તેજી સાથે 62.71 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 58.20 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે