PAK-ચીનના થંડરબર્ડને માત આપતા સ્વદેશી 'તેજસ'માં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભરી ઉડાન

રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં (Tejas) ઉડાણ ભરી. રાજનાથ સિંહ પહેલા એવા રક્ષા મંત્રી બન્યા જેમણે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાણ ભરી છે.

 PAK-ચીનના થંડરબર્ડને માત આપતા સ્વદેશી 'તેજસ'માં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભરી ઉડાન

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) બેંગ્લુરુમાં HAL એરપોર્ટથી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરી. રાજનાથ સિંહ પહેલા એવા રક્ષા મંત્રી બન્યા જેમણે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાણ ભરી છે. રાજનાથ સિંહ લગભગ અડધો કલાક સુધી તેજસ વિમાનમાં રહેશે. 3 વર્ષ અગાઉ જ તેજસને વાયુસેનામાં સામેલ કરાયું હતું. હવે તેજસનું અપગ્રેડ વર્ઝન પણ આવવાનું છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્વદેશી બનાવટના આ વિમાનને તેજસ નામ આપ્યું હતું. તેજસ દુનિયાનું સૌથી નાનું અને હળવુ ફાઈટર જેટ છે. તેની સ્પીડ 2000 કિમીથી પણ વધુ છે અને તે 5000 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડી શકે છે.  

તેજસ ફાઈટર જેટને 21 ફેબ્રુઆરી 2019ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ (FOC) સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ દ્વારા  જારી કરાયું હતું. FOC સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ આપવાનો અર્થ એ છે કે તેજસ હવે મુકાબલા માટે તૈયાર છે. તેજસ હવામાં ઈંધણ ભરવા, ઈલેક્ટ્રોનિક યુદ્ધ સુઈટ, અનેક અલગ અલગ પ્રકારના બોમ્બ, મિસાઈલ અને હથિયારો જેવી ટેક્નોલોજીથી લેસ છે. 

13 સપ્ટેમ્બર 2019ના રોજ જ્યારે તેજસના નૌસેનિક વર્ઝને ગોવામાં સમુદ્રી તટ આધારિત ટેસ્ટ ફેસિલિટી (SBTF) INS હંસામાં વાયર અરેસ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે એક તે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત કરવામાં સફળ રહ્યું હતું. વાયર અરેસ્ટેડ લેન્ડિંગ કરનારા તેજસ વિમાનને ચીફ ટેસ્ટ પાઈલટ કમોડોર જયદીપ એ મૌલંકરે ઉડાવ્યું હતું. DRDOએ વાયર અરેસ્ટ લેન્ડિંગને ઈન્ડિયન નેવલ એવિએશનના ઈતિહાસમાં ગોલ્ડન લેટર ડે કહ્યું હતું. 

— ANI (@ANI) September 19, 2019

પાકિસ્તાન-ચીનના થંડરબર્ડથી અનેક ગણું દમદાર છે તેજસ
તેજસ વિમાન પાકિસ્તાન અને ચીનના સંયુક્ત ઉત્પાદન થંડરબર્ડથી અનેકગણું શક્તિશાળી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે તેજસના પ્રદર્શનની વાત કરવામાં આવી હતી ત્યારે પાકિસ્તાન અને ચીને થંડરબર્ડને પ્રદર્શનમાંથી હટાવી લીધુ હતું. આ વાત છે બહેરીન ઈન્ટરનેશનલ એર શોની. તેજસ ચોથી પેઢીનું વિમાન છે. જ્યારે થંડરબર્ડ મિગ-21ને સુધારીને બનાવવામાં આવી રહ્યું છે. 

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતું તેજસ નામ
હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા બનાવવામાં આવેલા આ વિમાનને અધિકૃત નામ તેજસ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતું. આ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે ખુબ વધુ શક્તિશાળી ઉર્જા. HALએ આ વિમાનને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે હળવું લડાકુ વિમાન પ્રોજેક્ટ હેઠળ બનાવ્યું છે. 

જુઓ LIVE TV

ભારતીય સેના માટે કેમ જરૂરી છે LCA તેજસ?
- તેજસ હવામાંથી હવામાં અને જમીન પર મિસાઈલ છોડી શકે છે. 
- તેમાં એન્ટીશિપ મિસાઈલ, બોમ્બ અને રોકેટ પણ લગાવી શકાય છે. 
- તેજસ 42% કાર્બન ફાઈબર, 43% એલ્યુમિનિયમ અલોય અને ટાઈટેનિયમથી બનાવવામાં આવેલું છે. 
- તેજસ સિંગલ સીટર પાઈલટવાળુ વિમાન છે, પરંતુ તેનું ટ્રેનર વેરિઅન્ટ 2 સીટર છે.
- તે અત્યાર સુધી લગભગ 3500વાર ઉડાણ ભરી ચૂક્યું છે. 
- તેજસ એકવારમાં 54 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડાણ ભરી શકે છે. 
- LCA તેજસને વિક્સિત કરવામાં કુલ ખર્ચ 7000 કરોડ રૂપિયા રહ્યો છે. 

તેજસની તાકાત જાણો
- 2222 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડાણ ભરવામાં સક્ષમ
- 3000 કિમી દૂરથી એકવારમાં ભરી શકે છે ઉડાણ
- 43.4 ફૂટ લાંબુ અને 14.9 ફૂટ ઊંચુ છે તેજસ ફાઈટર
- 13.500 કિમી વજન જો બધા હથિયાર સાથે હોય તો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news