25 દિવસ બાદ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ
ગત 25 દિવસમાં જ પેટ્રોલમાં લગભગ 3 રૂપિયાની તેજી આવી છે. સાઉદી અરામકો પર 14 સપ્ટેબરે હુમલો થયો હતો, ત્યારબાદ પેટ્રોલના ભાવમાં આગ લાગી હતી.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયા બાદ ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price)ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે લગભગ 25 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-Diesel Price)માં ગુરૂવારે સવારે ઘટાડો નોંધાયો છે. ગત 25 દિવસમાં જ પેટ્રોલમાં લગભગ 3 રૂપિયાની તેજી આવી છે. સાઉદી અરામકો પર 14 સપ્ટેબરે હુમલો થયો હતો, ત્યારબાદ પેટ્રોલના ભાવમાં આગ લાગી હતી. જોકે ભાવમાં તે પહેલાં 9 સપ્ટેબરથી જ તેજી આવવાનું શરૂ થઇ ગયું હતું.
આ સાથે જ દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. સાથે દિલ્હીમાં પેટ્રોલ 74.51 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 77.14 રૂપિયા, 80.11 રૂપિયા અને 77.41 રૂપિયાના સ્તર પર રહ્યું હતું. તો બીજી તરફ ડીઝલન ભાવમાં ક્રમશ: 69.79 રૂપિયા, 70.69 રૂપિયા અને 71.25 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું.
સાઉદી અરામકો પર હુમલા બાદ પેટ્રોલના ભાવમાં લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી હતી. તો બીજી તરફ ડીઝલના ભાવમાં દોઢ રૂપિયો મોંઘુ થયું હતું. જાણકારોને આશા છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ રહેશે. ગુરૂવારે સવારે બ્રેંટ ક્રૂડ 57.76 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 52.86 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે