આજે પેટ્રોલ અને ડીઝલની આ છે કિંમત, જાણો મહાનગરોના ભાવ
આ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી. બજેટ રજૂ થયા બાદ પહેલી વાર મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો. 8 અને 9 જૂલાઇના સતત ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો.
Trending Photos
નવી દિલ્હી: આ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી. બજેટ રજૂ થયા બાદ પહેલી વાર મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો. 8 અને 9 જૂલાઇના સતત ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો. મંગળવારે ડીઝલમાં 10 પૈસા પ્રતિ લિટર અને સોમવારે પણ ડીઝલ 10 પૈસા સસ્તું થયું હતું.
પાંચ જુલાઇના રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધી ગઇ હતી. ત્યારબાદ 7 જુલાઇના પેટ્રોલમાં 2.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2.36 રૂપિયા પ્રતિ લિટર મોધુ થયું હતું.
બુધવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.90 રૂપિયા અને ડીઝલની કિંમત 66.49 રૂપિયા છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 78.52 રૂપિયા અને ડીઝલની કિંમત 69.69 રૂપિયા છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 75.12 રૂપિયા અને ડીઝલની કિંમત 68.48 રૂપિયા છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.70 રૂપિયા અને ડીઝલની કિંમત 70.23 રૂપિયા છે. નોઇડામાં એક લિટર પેટ્રોલની કિંમત 72.23 રૂપિયા અને ડીઝલની કિંમત 65.55 રૂપિયા છે અને ગુરૂગ્રામમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.75 રૂપિયા અને ડીઝલની કિંમત 66.64 રૂપિયા છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે