Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ બદલી દેશે તમારી કિસ્મત! સરળતાથી લઈ શકશો ઘર, ગાડી...
Post Office: હાલમાં, તમને પોસ્ટ ઓફિસના 5 વર્ષના આરડી પર 5.8 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં, તમે સિંગલ એકાઉન્ટ પણ ખોલી શકો છો. આ સાથે 3 વયસ્કો એકસાથે ખોલાવેલું જોઈન્ટ એકાઉન્ટ પણ મેળવી શકે છે.
Trending Photos
Recurring Deposit in Post Office: ગરીબ અને મધ્યમવર્ગના લોકો સતત મોંઘવારીના ખપ્પરમાં પિસાઈ રહ્યાં છે. છતાંય તેઓ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે થોડીઘણી બચત કરવા માંગે છે. તો કેટલાંક લોકો પાસે એ માર્ગદર્શન નથી કે બચત કઈ રીતે કરવી. સરકારની કઈ યોજના છે જેમાં તેમને સારું વળતર મળશે. તો આમ તો તમે કોઈપણ સરકારી બેંકમાં જઈને બચત માટેની યોજના વિશે જાણી શકો છો. જોકે, આ તમામ કરતા પણ વધારે લાભ તમને પોસ્ટ ઓફિસમાંથી મળશે. પોસ્ટ ઓફિસમાં માત્ર 5000 ભરીને તમને 8 લાખ મળી રહ્યા છે, તરત જ જાણો કેવી રીતે લઈ શકો છો ફાયદો? પોસ્ટ ઓફિસમાં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. આજે પણ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પોસ્ટ ઓફિસ છે. સારા વળતરની સાથે, મની બેક ગેરંટી પણ અહીં ઉપલબ્ધ છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસ આરડી (રિકરિંગ ડિપોઝિટ) વિશે જણાવીશું, જેના દ્વારા તમે 5,000 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો.
કેટલું રોકાણ કરવાનું?
જો તમે આ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયા જમા કરો છો તો સ્કીમ પર 5.8 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. જો તમે 5 વર્ષ સુધી સતત રોકાણ કરો છો તો તમને 3 લાખ 48 હજાર 480 રૂપિયા મળશે.
કેટલું વ્યાજ મળશે?
હાલમાં, તમને પોસ્ટ ઓફિસના 5 વર્ષના આરડી પર 5.8 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં, તમે સિંગલ એકાઉન્ટ પણ ખોલી શકો છો. આ સાથે 3 વયસ્કો એકસાથે ખોલાવેલું જોઈન્ટ એકાઉન્ટ પણ મેળવી શકે છે.
જમા રકમ 3 લાખ હશે-
આમાં તમારી જમા રકમ 3 લાખ રૂપિયા હશે. તે જ સમયે, તમને આના પર લગભગ 16 ટકા વળતર મળશે. નિયમો અનુસાર, તમે આ સ્કીમને 5 વર્ષ માટે પણ વધારી શકો છો.
8 લાખ કેવી રીતે મેળવશો?
જો તમે આ સ્કીમને 5 વર્ષ માટે લંબાવશો, તો તમારી RD 10 વર્ષ માટે રહેશે. આમાં તમને મેચ્યોરિટી પર 8 લાખ 13 હજાર 232 રૂપિયા મળશે. આમાં કુલ જમા રકમ 6 લાખ રૂપિયા હશે અને તેના ઉપર તમને વ્યાજનો લાભ મળશે.
10 ના ગુણાંકમાં નાણાં જમા કરો-
આ સ્કીમમાં તમારે 10 ના ગુણાંકમાં પૈસા જમા કરાવવાના રહેશે. તમારે તેમાં સમયસર પૈસા જમા કરાવવા પડશે. જો તમે તેના હપ્તા આપવામાં વિલંબ કરો છો અથવા તમે ભૂલી જાઓ છો, તો તમારે લેટ ફી પણ ચૂકવવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે