પેટ્રોલની કિંમતમાં સતત પાંચમા દિવસે રાહત, ડીઝલ પણ થયું સસ્તું
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં આવેલી હળવી તેજી વચ્ચે ગુરુવારે પેટ્રોલની કિંમતમાં સતત પાંચમા દિવસે રાહત જોવા મળી રહી છે. ડીઝલમાં ચાર દિવસ પછી ગુરુવારે 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે
Trending Photos
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં આવેલી હળવી તેજી વચ્ચે ગુરુવારે પેટ્રોલની કિંમતમાં સતત પાંચમા દિવસે રાહત જોવા મળી રહી છે. ડીઝલમાં ચાર દિવસ પછી ગુરુવારે 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાચા તેલની કિંમતમાં નરમીનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 69.93 રૂપિયા પ્રતિ લીટર રહી. સામા પક્ષે ડીઝલમાં 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે અને હવે આ કિંમત 63.78 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગઈ છે.
ગુરુવારે મુંબઈમાં પેટ્રોલ 75.63 રૂપિયા અને ડીઝલ 66.87 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 72.19 રૂપિયા અને ડીઝલ 65.70 રૂપિયા, ચેન્નાઇમાં પેટ્રોલ 72.65 રૂપિયા અને ડીઝલ 67.47 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 70.45 રૂપિયા અને ડીઝલ 63.91 રૂપિયા તેમજ ગુરુગ્રામમાં પેટ્રોલ 70.36 રૂપિયા અને ડીઝલ 63.27 રૂપિયા પ્રતિ લીટર है.
- શહેરનું નામ પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
- દિલ્હી ₹69.93 ₹63.78
- મુંબઈ ₹75.63 ₹66.87
- કોલકાતા ₹72.19 ₹65.70
- ચેન્નાઈ ₹72.65 ₹67.47
- નોઇડા ₹70.45 ₹63.91
- ગુરુગ્રામ ₹70.36 ₹63.27
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરનો ઉકેલ મળવાની દિશામાં સંકેત મળવાને પગલે કાચા તેલની કિંમતમાં તેજી આવી છે કારણ કે વેપારી તણાવ દૂર થયા પછી કાચા તેલની વૈશ્વિક ડિમાન્ડ વધી જશે. આ સંજોગોમાં કિંમતને સપોર્ટ મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે