ભારતીય સેનાના આ પગલાંથી પાકિસ્તાનની આતંકવાદની ફેક્ટરી પર લાગ્યું તાળું

કાશ્મીર ઘાટીમાં ખોટા પ્રોપેગેન્ડાથી અંજાઈને હથિયાર ઉઠાવનારા યુવકોની સમાજમાં પાછા ફરવાની ઘટનાઓથી પરેશાન પાકિસ્તાને આતંકવાદી જૂથોને નવું ફરમાન આપી દીધુ છે.

ભારતીય સેનાના આ પગલાંથી પાકિસ્તાનની આતંકવાદની ફેક્ટરી પર લાગ્યું તાળું

નવી દિલ્હી: કાશ્મીર ઘાટીમાં ખોટા પ્રોપેગેન્ડાથી અંજાઈને હથિયાર ઉઠાવનારા યુવકોની સમાજમાં પાછા ફરવાની ઘટનાઓથી પરેશાન પાકિસ્તાને આતંકવાદી જૂથોને નવું ફરમાન આપી દીધુ છે. કોઈ યુવકને આતંકવાદી જૂથમાં સામેલ કરતા પહેલા તેની પાસે મોટી આતંકી કાર્યવાહી કરાવો. હાલમાં જ ગુપ્તચર એજન્સીઓને જાણવા મળ્યું છે કે હવે હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થતા પહેલા દરેક યુવકે કોઈ મોટી વારદાતને અંજામ આપવો પડશે. 

હાફળું ફાફળું બની ગયું છે પાકિસ્તાન
વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ બની છે કે જેમાં આતંકવાદનો રસ્તો પકડી ચૂકેલા યુવાઓએ હથિયાર છોડીને તેઓ ઘર ભેગા થયા. આ ઘટનાઓએ પાકિસ્તાનને બેચન કરી મૂક્યું છે. આથી તેણે હિજબુલ મુજાહિદ્દીનમાં ભરતી થતા અગાઉ નવી શરત મૂકવાનું કહ્યું છે. આતંકનો રસ્તો પકડી ચૂકેલા યુવાઓને પાછા લાવવા માટે સુરક્ષા દળોની સાથે સાથે આ યુવાઓના પરિજનોની ભૂમિકા પણ મહત્વની હોય છે. 

આતંકીઓની ચાલમાં ફસાતા નથી યુવાઓ
થોડા દિવસ આતંકીઓ સાથે રહેતા જ આ યુવાઓને હકીકત ખબર પડી જાય છે અને તેઓ પાછા ફરવા માંગતા હોય છે. સુરક્ષા દળો આવા જવાનોની સુરક્ષિત વાપસી નિર્ધારીત કરે છે અને તેમને ફરીથી સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે. હિજબુલ મુજાહિદ્દીનમાં સ્થાનિક યુવાઓ હોય છે આથી તેમના માતા પિતા પણ વાપસીની અપીલ કરે છે અને હાલના સમયમાં અનેકવાર જોવા મળ્યું છે કે તેના સારા પરિણામો આવે છે. 

જુઓ LIVE TV

જોશમાં આવીને બની જાય છે આતંકી
કાશ્મીરમાં બે દાયકા સુધી આતંકવાદને નજીકથી જોનારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે મોટાભાગે માર્યા ગયેલા આતંકીઓના જનાજા પાસે અનેક યુવાઓ જોશમાં આવીને આતંકીઓની સાથે જવાની કસમ ખાઈ લે છે. ત્યારબાદ આતંકીઓ તેમને જબરદસ્તીથી પોતાની સાથે આવવા માટે મજબુર કરી નાખે છે. આવા યુવાઓ તક મળતા પાછા આવવા માંગતા હોય છે અને પાકિસ્તાન આ રસ્તો બંધ કરી દેવા માંગે છે. 

આ વર્ષે મે સુધીમાં કુલ 50 યુવાઓ આતંકી જૂથોમાં સામેલ થયાં. જેમાંથી 30 હિજબુલમાં, 5 લશ્કર એ તૈયબામાં , 14 જૈશ એ મોહમ્મદમાં અને 1 કોઈ અજાણ્યા જૂથમાં સામેલ થયા. ગત વર્ષે કુલ 209 અને 2017માં 128 સ્થાનિક યુવાઓ આતંકી બન્યા હતાં. આ અગાઉ 2016માં 84 અને 2015માં 83 યુવાઓએ આતંકવાદનો રસ્તો પકડ્યો હતો. 2016માં હિજબુલ આતંકવાદી બુરહાન વાનીના મર્યા બાદ કાશ્મીરી યુવાઓમાં આતંકવાદી બનવાની ઘટના વધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news