પૂણેનો ચાવાળો, જેની મહિનાની આવક છે 12 લાખ રૂપિયા

બીજેપી તરફથી જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમણે એક ચાવાળાના રૂપમાં પ્રચારિત કર્યા હતા. તે પોતે ઘણી રેલીઓમાં પોતાના ચાવાળો કહીને સંબોધિત કરતા હતા. 

 પૂણેનો ચાવાળો, જેની મહિનાની આવક છે 12 લાખ રૂપિયા

નવી દિલ્હીઃ બીજેપી તરફથી જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમણે એક ચાવાળાના રૂપમાં પ્રચારિત કર્યા હતા. તે પોતે ઘણી રેલીઓમાં પોતાના ચાવાળો કહીને સંબોધિત કરતા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ તે કહેતા હતા કે ચાવાળો આ પદ સુધી પહોંચ્યો છે. એકવાર ફરી ચા વાળો ચર્ચામાં છે. પરંતુ આ વખતે ચર્ચાનું કારણ તેની માસિક આવક છે. 

મહારાષ્ટ્રના પૂણે સ્થિત યેવલે ટી હાઉસના કો ફાઉન્ડર નવનાથ યેવલેએ પોતાના હરીફો માટે એક નવો બેન્ચમાર્ક બનાવી લીધો છે. આ ચાવાળો દર મહિને 12 રૂપિયાની કમાણી કરે છે. નવનાથ યેવલે પોતાના ટી હાઉસને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. 

ટી હાઉસ આપી રહ્યું છે લોકોને રોજગાર
નવનાથ યેવલેએ કહ્યું, અમારુ ટી હાઉસનો કારોબાર ઘણા ભારતીયોને રોજગારી આપી રહ્યો છે. આ વ્યાપાર વિસ્તરી રહ્યો છે જેથી અમે ખૂબ ખુશ છીએ. યેવલે ટી હાઉસની પૂણેમાં ત્રણ બ્રાન્ચ છે. દરેક બ્રાન્ચમાં 12 કર્મચારી કામ કરે છે. નવનાથે કહ્યું કે, અમે જલ્દી યેવલે ટી હાઉસને ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવીશું. 

પૂણેમાં યેવલે ટી હાઉસ લોકોની વચ્ચે ખુબ પ્રખ્યાત છે. તેના કારણે તેના વ્યાપારમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ટી હાઉસ ઘણા લોકો માટે પ્રેરણા બની રહ્યું છે. જે પોતાનો વ્યાપાર શરૂ કરીને કમાણીની યોજના બનાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news