લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યા બાદ શત્રુધ્ન સિન્હાએ આપ્યો આ સંદેશ

બ્રિટન એશિયલ વોયસ વીકલી સમાચાર પત્ર દ્વારા સિન્હાને પોલિટિક્સ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડ આપવામાં આવ્યો છે. સમાચારપત્રનું આ 12મું વર્ષ છે. 

  • હાઉસ ઓફ કોમનના મેંબર્સ ડાયનિંગ હોલમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું
  • 225થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે એક્ટર શત્રુધ્ન સિન્હા
  • બ્રિટેન એશિયન વીકલી સમાચારપત્ર દ્વારા પણ એક એવોર્ડ આપવામાં આવ્યો

Trending Photos

લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યા બાદ શત્રુધ્ન સિન્હાએ આપ્યો આ સંદેશ

લંડનઃ અભિનેતા અને રાજનેતા શત્રુધ્ન સિન્હાને કલા અને રાજનીતિમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે અહીં બ્રિટિશ સંસદ પરિસરમાં આયોજીત એક સમારોહમાં લાઇફ ટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. બ્રિટેન એશિયલ વોયસ વીકલી સમાચારપત્ર દ્વારા સિન્હાને પોલિટિકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો. સમાચારપત્રનું આ 12મું વર્ષ છે. 

ગુરૂવારે આયોજીત કરવામાં આવ્યો હતો સમારોહ
હાઉસ ઓફ કોમનના મેબર્સ ડાયનિંગ હોલમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે આ સમારોહમાં સાંસદો, વ્યાપારીઓ અને સમાજ સાથે જોડાયેલા નેતાઓએ ભાગ લીધો હતો. આ લોકો બ્રિટનમાં થઈ રહેલા બરફના વરસાદનો સામનો કરતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 

— Shatrughan Sinha (@ShatruganSinha) March 3, 2018

225થી વધુ હિન્દી ફિલ્મોમાં કર્યું છે કામ
72 વર્ષિય સિન્હાએ પુરસ્કાર પ્રાપ્ત કર્યા સમયે પોતાના ભાષણમાં લોકોને સંદેશ આપતા કહ્યું, 'દુનિયામાં પ્રતિસ્પર્ધા એટલી વધારે છે કે તમારે પોતાની જાતને બીજા કરતા શ્રેષ્ઠ સાબિત કરવાની છે. જો તમે પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત ન કરી શકો તો તમે પોતાને બીજા લોકો કરતા શ્રેષ્ઠ સાબિત કરી શકો છો'. 60ના દશકમાં પોતાના કેરિયરની શરૂઆત કરનારા સિન્હાએ 225થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news