રાજસ્થાન : હાર પછી બીજેપી નેતાએ સીએમ રાજેની હકાલપટ્ટી કરવા માટે અમિત શાહને લખ્યો કાગળ

કોટા યુનિટના ઓબીસી વિંગના અધ્યક્ષ અશોક ચૌધરીએ પાર્ટી અધ્યક્ષને  લખ્યો છે કાગળ

રાજસ્થાન : હાર પછી બીજેપી નેતાએ સીએમ રાજેની હકાલપટ્ટી કરવા માટે અમિત શાહને લખ્યો કાગળ

નવી દિલ્હી : રાજસ્થાનમાં અલવર અને અજમેર લોકસભા સહિત કુલ ત્રણ સીટો પર થયેલી ઉપચૂંટણીમાં પક્ષને મળેલી શરમજનક હાર પછી મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે વિરોધનો વંટોળ સર્જાયો છે. બીજેપીના કોટા યુનીટના ઓબીસી વિંગના અધ્યક્ષે હાર પછી પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને મુખ્યપ્રધાન વસુંધરા રાજેને હટાવવાની માગણી કરી છે. જોકે જિલાધ્યક્ષે સીએમ રાજેને સમર્થન આપ્યું છે. આમ, કોટા યુનીટ નેતૃત્વની ક્ષમતા મામલે વિભાજીત થઈ ગયું છે. 

કોટા યુનીટના ઓબીસી વિંગના અધ્યક્ષ અશોક ચૌધરીએ પાર્ટી અધ્યક્ષને લખેલા પોતાના પત્રમાં કહ્યું છેકે , ''એક ફેબ્રુઆરીએ આવેલા ઉપચૂંટણીના પરિણામોએ પક્ષના કર્મઠ કાર્યકર્તાઓને નિરાશ કર્યા છે. અમારા કેટલાક કાર્યકર્તાઓ પહેલાંથી જ જાણતા હતા કે પરિણામ અમારા પક્ષમાં નહીં આવે. હકીકતમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેની કાર્યશૈલીથી લોકો ખુશ નહોતા અને પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ ભાંગી ગયું છે.''

પ્રદેશ અધ્યક્ષ પર આરોપ
અશોક ચૌધરીએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી પર પણ નિશાન સાધ્યું હતું. અશોક ચૌધરીએ કહ્યું છે કે પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રીના 'ગુલામ'ની જેમ કામ કરી રહ્યા છે. તેમણે વસુંધરા રાજે પર આરોપ મૂકતા જણાવ્યું છે કે તેઓ નોકરશાહીના ચક્રવ્યુહમાં ફસાઈ ગયા છે અને જે દિશામાં પાર્ટી જઈ રહી છે ત્યાં હાર નિશ્ચિત છે. જોકે બીજેપીના કોટા જિલાધ્યક્ષ હેમંત વિજયે મુખ્યમંત્રીનો બચાવ કરતા કહ્યું કે વસુંધરા રાજેના નેતૃત્વમાં રાજસ્થાન વિકાસની ઉંચાઈ પર પહોંચ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news