FinTech ને અપનાવવાના લીધે રોજગારી તકો ઉભી થઇ છે: RBI ગર્વનર
Trending Photos
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે રોજગાર મામલે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે FinTech ને અપનાવવાના મામલે ભારત દુનિયામાં બીજા નંબર પર છે. તેના લીધી દેશમાં ખૂબ રોજગારની તકો ઉભી થઇ છે. તેમણે કહ્યું કે ગત પાંચ વર્ષોમાં ઇલેક્ટ્રોનિક પેમેંટમાં 9 ટકાનો વધારો થયો છે. 7 પેમેંટ્સ બેંકને આરબીઆઇએ મંજૂરી આપી છે અને તેમનું ઓપરેશન શરૂ થઇ ગયું છે. તેમણે કહ્યું છે કે પેમેંટ્સ બેંકોની સાથે ખૂબ જલદી તેમની બેઠક થવાની છે. શક્તિકાંત દાસે કહ્યું કે FinTech સેક્ટર માટે રેગુલેટરી ફ્રેમવર્કની જરૂર છે જેથી ગ્રાહકો અને હિતધારકોની રક્ષા કરવામાં આવી શકે.
નીતિ આયોગ સોમવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં ફિનટેક સંમેલનનું આયોજન કરશે, જેનું ઉદઘાટન ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસ કરશે. નીતિ આયોગ દ્વારા આ બાબત અંગે રવિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી. નીતિ આયોગના નિવેદન અનુસાર સરકાર અને આરબીઆઇના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત અગ્રણી નાણાકીય સંસ્થાઓના લગભગ 300 પ્રતિનિધિ આ સંમેલનમાં ભાગ લેશે.
નીતિ આયોગે કહ્યું કે 'તેનો હેતુ ફિનટેકમાં સતત ભારતની પ્રધાનતાને આકાર આપવાની સાથે-સાથે ભવિષ્યની રણનીતિઓ તથા નીતિગત પ્રયત્નોની લય રચવાનો છે. આ ઉપરાંત વ્યાપક નાણાકીય સમાવેશન્ના પગલાં પર વિચાર-વિમર્શ કરવાનો છે.'
બેકિંગ સેક્ટર કેશની સમસ્યાનો સામનો કરી રહી છે. બેંકો દ્વારા આરબીઆર પાસેથી સતત કેશની માંગણી કરવામાં આવી રહી છે. એવામાં સીધા કેશ આપવાના બદલે સેંટ્રલ બેંકે સ્વેપ ઓક્શન (Rupees dollar swap auction) નો રસ્તો અપનાવ્યો છે. જે 26 માર્ચના રોજ થશે. તેના દ્વારા લગભગ 35000 કરોડ રૂપિયા બેંકોને આપવામાં આવશે. શક્તિકાંતે કહ્યું કે આરબીઆઇની નજર તરલતાની સ્થિતિ પર બનેલી છે. જો કોઇને લોન મળી રહી નથી તો તેની પુરી સંભાવના બેલેન્સ શીટ યોગ્ય થશે નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે