RBI એ છેલ્લાં એક વર્ષમાં અધધ.. કરોડનું સોનું ખરીદ્યું, વિશ્વમાં નવમો સૌથી મોટો સોનાનો ભંડાર ધરાવતો દેશ બન્યો

ઝર્વ બેન્ક પાસે લગભગ 640 અરબ ડોલર (આશરે રૂ. 46.83 લાખ કરોડ) જેટલી વિદેશી મુદ્રા અનામત છે. તેમાંથી લગભગ 744 ટન સોનું છે. છેલ્લા 12 મહિના દરમિયાન રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં સારો એવો વધારો થયો છે.

RBI એ છેલ્લાં એક વર્ષમાં અધધ.. કરોડનું સોનું ખરીદ્યું, વિશ્વમાં નવમો સૌથી મોટો સોનાનો ભંડાર ધરાવતો દેશ બન્યો

RBI Gold reserve: આપણા દેશમાં લોકો જ્યારે રોકાણ કરવાની વાત આવે ત્યારે તેમની સૌથી પહેલા પસંદગી સોના પર ઉતરે છે. રિઝર્વ બેંક પણ આ મામલે પાછળ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ છેલ્લા એક વર્ષમાં લગભગ 75 ટન સોનું ખરીદ્યું છે. જી હા.. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત એકદમ સૌ ટકા સાચી છે.

અત્રે નોંધનીય છે કે, રિઝર્વ બેન્ક પાસે લગભગ 640 અરબ ડોલર (આશરે રૂ. 46.83 લાખ કરોડ) જેટલી વિદેશી મુદ્રા અનામત છે. તેમાંથી લગભગ 744 ટન સોનું છે. છેલ્લા 12 મહિના દરમિયાન રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં સારો એવો વધારો થયો છે.

કેટલો વધારો થયો
રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બર 2021 સુધી તેમની પાસે 743.84 ટન સોનું હતું. જે સપ્ટેમ્બર 2020 કરતા લગભગ 11 ટકા વધુ છે. સપ્ટેમ્બર 2020માં રિઝર્વ બેંકના ભંડારમાં 668.25 ટન સોનું હતું. આ રીતે છેલ્લા 12 મહિનામાં રિઝર્વ બેંકે વધારાના 75.59 ટન સોનું ખરીદ્યું છે.

આશરે કેટલી કિંમત થાય
જો વર્તમાન બજાર કિંમત પર નજર કરીએ તો, રિઝર્વ બેંકમાં આ સોનાની કિંમત લગભગ 3.2 લાખ કરોડ રૂપિયા છે. એક અહેવાલ મુજબ એક વર્ષમાં રિઝર્વ બેંકના સોનાના હોલ્ડિંગના મૂલ્યમાં લગભગ 7,150 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

છેલ્લા બે વર્ષમાં રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં લગભગ 125.6 ટનનો વધારો થયો છે. આના કારણે ભારત વિશ્વમાં નવમો સૌથી મોટો સોનાનો ભંડાર ધરાવતો દેશ બની ગયો છે.

અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી Marutiની આ કાર આપી શકે છે રેકોર્ડબ્રેક માઈલેજ, જાણો ક્યારે લોંચ થશે?

સોનું ક્યાં રાખવામાં આવ્યું છે
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, આ અનામતમાંથી 451.54 ટન સોનું વિદેશમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS)ની સલામત કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે. બાકીનું લગભગ 292.30 ટન સોનું ભારતમાં રાખવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news