Lockdownમાં Mukesh Ambaniની એક કલાકની અધધધ કમાણી, એક માણસને કમાતા લગાશે 10 હજાર વર્ષ

કોરોના મહામારીના (Coronavirus) પ્રકોપથી દુનિયા હજુ પણ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. આ કોરોના કાળમાં આર્થિક મોરચે વૈશ્વિક સ્તર પર ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી. એક તરફ દૈનિક વેતનમાં રહેતા ગરીબ લાકો બે સમયના ભોજન માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા

Lockdownમાં Mukesh Ambaniની એક કલાકની અધધધ કમાણી, એક માણસને કમાતા લગાશે 10 હજાર વર્ષ

નવી દિલ્હી: કોરોના મહામારીના (Coronavirus) પ્રકોપથી દુનિયા હજુ પણ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. આ કોરોના કાળમાં આર્થિક મોરચે વૈશ્વિક સ્તર પર ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી. એક તરફ દૈનિક વેતનમાં રહેતા ગરીબ લાકો બે સમયના ભોજન માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા, તો બીજી તરફ, તેનાથી વિપરીત ધન-કુબેરોના ખજાના વધુ ભરાતા ગયા. આ દરમિયાન અમેરિકામાં જ્યાં એક તરફ જેફ બેઝોસ (Jeff Bezos) અને એલોન મસ્ક (Elon Musk) જેવા ઉદ્યોગપતિઓમાં (Businessmen) વૈશ્વની સૌથી ધનિક વ્યક્તિઓ (Richest Man In World) બનવાની હોડ લાગી છે, ત્યારે બીજી તરફ લાખો લોકો તેમની નોકરી ગુમાવવાના ડરથી અનએમ્પ્લોયમેન્ટ વીમો ક્લેમ ભરતા જોવા મળ્યા.

આ વિસંગતતા માત્ર અમેરિકા સુધી જ મર્યાદિત ન હતી, ભારત પણ તેનાથી અસ્પૃશ્ય નથી અને ઓક્સફેમના તાજા રિપોર્ટ પણ આ વાતની પુષ્ટી કરી રહ્યા છે. ઓક્સફેમના (Oxfam) આ 'ઇનઇક્વલિટી રિપોર્ટ'ને (Inequality report) કોવિડના કારણે 'ધ ઇનઇક્વલિટી વાયરસ રિપોર્ટ' (The Inequality Virus Report) નામ આપવામાં આવ્યું છે. તેમા કહેવામાં આવ્યું છે કે, કોવિડ મહામારીના (Coronavirus) પરિણામ સ્વરૂપ આર્થિક દ્રષ્ટિએ સમાજમાં અસમાનતામાં વૃદ્ધિ થઈ. આવો જાણીએ આ રિપોર્ટની ખાસ વાત...

મુકેશ અંબાણીએ (Mukesh Ambani) દર કલાકે કમાણી કરી 90 કરોડ રૂપિયાની
આ કોરોના કાળમાં જાણિતા ઉદ્યોગપતિ (Businessmen) મુકેશ અંબાણીએ જ્યાં 90 કરોડ રૂપિયા પ્રતિ કલાકના હિસાબથી પૈસાની કમાણી કરી છે, ત્યારે 24 ટકા લોકોની એક મહિનાની આવક ત્રણ હજાર રૂપિયાથી પણ ઓછી થઈ રહી છે. તેનો અર્થ એ છે કે, કોરોના કાળમાં મુકેશ અંબાણીએ (Mukesh Ambani) એક કલાકમાં જેટલી આવક કરી, તેને કમાવવા માટે એક અકુશળ મજૂરને 10,000 વર્ષ લાગશે. આ દરથી મુકેશ અંબાણીએ એક સેકન્ડમાં જેટલી કમાણી કરી, એટલી કમાણી માટે સમાન્ય માણસને ત્રણ વર્ષનો સમય લાગશે.

મહમારીથી અસ્પૃશ્ય રહ્યા ધનિક
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આ મહામારીએ તાજેતરમાં સામાજિક, આર્થિક અને લિંગ આધારિત અસમાનતાની ખણી પહોળી કરી છે. આ મહામારીના ગંભીર દુષ્પરિણામથી ધનાઢ્ય વર્ગ એકદમ અસ્પૃશ્ય રહ્યો છે. જ્યારે મધ્યમવર્ગીય લોકો (Middle Class People) ઘરથી ઓફિસનું કામ કરી રહ્યા છે. પરંતુ દુ:ખદ વાત એ છે કે, દેશમાં મોટાભાગના લોકોએ તેમની નોકરી / આજીવિકા ગુમાવી દીધી છે. કોરોના કાળમાં જે દિવસે મુકેશ અંબાણી (Mukesh Ambani) વિશ્વના ચોથો સૌથી ધનિક વ્યક્તિ (Richest Man In World) બન્યા, તે જ દિવસે રાજેશ રજક નામના વ્યક્તિએ નોકરી ગુમાવવાને કારણે તેની ત્રણ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી.

કેટલી વધી ધનિકોની સંપત્તિ
ઓક્સફેમના રિપોર્ટ 'ઇનઇક્વાલિટી વાયરસ' અનુસાર માર્ચ 2020 બાદ ભારતમાં 100 અજબોપતિઓની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જો આ રકમ દેશના 13.8 કરોડ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે તો તેમાંથી દરેકને 94,045 રૂપિયા આપી શકાય છે. રિપોર્ટને વિશ્વ આર્થિક મંચના 'દાવોસ સંવાદ'ના પહેલા દિવસે જારી કર્યો છે.

100 વર્ષની સૌથા મોટી હેલ્થ ક્રાઇસિસ
રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ મહામારી ગત 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે અને તેના કારણે 1930ની મહામંદી બાદ સૌથી મોટું આર્થિક સંક્ટ પેદા થયું છે. ઓક્સફેમના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું કે, આ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે, અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થાથી સૌથી મોટા આર્થિક સંકટ દરમિયાન ધનિક લોકોએ કેવી રીતે ઘણી સંપત્તિ મેળવી હતી, જ્યારે કરોડો લોકો ખુબજ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. બેહરે કહ્યું કે, શરૂઆતમાં વિચાર્યું હતું કે, મહામારી તમામને સમાન રીતે પ્રભાવિત કરશે, પરંતુ લોકડાઉન થવા પર સમાજમાં વિષમતાઓ ખુલીને સામે આવી છે.

દર કલાકે 1.7 લાખ લોકો થયા બેરોજગાર
રિપોર્ટ માટે ઓક્સફેમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં 79 દેશોના 295 અર્થશાસ્ત્રિઓએ તેમનો અભિપ્રાય જણાવ્યો, જેમાં જેફર ડેવિડ, જયતિ ઘોષ અને ગેબ્રિયલ ઝુક્મેન સહિત 87 ટાક ઉત્તરદાતાઓએ મહામારીના કારણે દેશમાં આવેલી અસમાનતાને મોટો પડકાર ગણાવ્યો છે. રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી, ગૌમત અદાણી, શિવ નાદર, સાયરસ પૂનાવાલા, ઉદય કોટક, અજિમ પ્રેમજી, સુનીલ મિત્તલ, રાધાકૃષ્ણ દમાની, કુમાર મંગલમ બિરલા અને લક્ષ્મી મિત્તલ જેવા અબજોપતિઓની સંપત્તિ માર્ચ 2020 બાદ મહામારી અને લોકડાઉન દરમિયાન ઝડપથી વધી. બીજી બાજુ એપ્રિલ 2020 માં, દર કલાકે 1.7 લાખ લોકો બેરોજગાર થઈ રહ્યા હતા.

35 ટકા વધી ધનિકોની સંપત્તિ
રિપોર્ટના ભારત કેન્દ્રિત ખંડમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અજબોપતિઓની સંપત્તિ લોકડાઉન દરમિયાન 35 ટકા વધી છે. ભારત અજબોપતિઓની સંપત્તિ મામલે અમેરિકા, ચીન, જર્મની, રશિયા અને ફ્રાન્સ બાદ છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયું છે. ભારતના 11 પ્રમુખ અજબોપતિઓની આવકમાં મહામારી દરમિયાન જેટલો વધારો થયો, તેનાથી મનરેગા અને સ્વાસ્થ્ય મંત્રાલયનું હાલનું બજેટ એક દાયકા સુધી મળી શકે છે.

12.2 કરોડ લોકો થયા બેરોજગાર
ઓક્સફેમે કહ્યું કે, મહામારી અને લોકડાઉનની અનૌપચારિક મજૂરો પર સૌથી ખરાબ અસર પડી છે. આ દરમિયાન લગભગ 12.2 કરોડ લોકોએ રોજગારી ગુમાવી, જેમાંથી 9.2 કરોડ (75 ટકા) અનૌપચારિક ક્ષેત્રના હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સંકટના કારણે મહિલાઓએ સોથી વધારે કષ્ટ સહન કર્યો અને 1.7 કરોડ મહિલાઓએ રોજગાર એપ્રિલ 2020માં ગુમાવ્યો. મહિલાઓમાં બેરોજગારી દર લોકડાઉન પહેલા 15 ટકા હતો જે હવે 18 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત સ્કૂલોથી બહાર રહેતા બાળકોની સંખ્યા બમણી થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news