આજે સાબરમતી નદીમાં ઉતારવામાં આવી શકે છે સી પ્લેન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

ગોવાથી અમદાવાદ આવવા માટે રવાના થયેલું સી પ્લેનના આગમનને લઈ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સવારથી જ ફાયર બ્રિગેડના જવાનોને રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.

આજે સાબરમતી નદીમાં ઉતારવામાં આવી શકે છે સી પ્લેન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

આશ્કા જાની/ અમદાવાદ: ગોવાથી અમદાવાદ આવવા માટે રવાના થયેલું સી પ્લેનના આગમનને લઈ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સવારથી જ ફાયર બ્રિગેડના જવાનોને રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ પણ ટૂંક સમયમાં રિવરફ્રન્ટ આવી પહોંચશે. સાથે જ આ પ્રોજેક્ટની તમામ કામગીરીને પણ આખરી ઓપ અપાઈ ગયો છે.

જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પર સિંગનલના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે સાથે જ સાબરમતી નદીમાં પાણીનું લેવલ પણ વધારી દેવામાં આવ્યું છે. આજે બપોર સુધીમાં સી પ્લેન સાબરમતી નદીમાં જ સીધુ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા જ સી પ્લેનના ટ્રાયલ માટે રિવરફ્રન્ટ પર તૈયારીઓ ચાલી રહી છે.

વોટર એરોડ્રામ, ફ્લોટીંગ જેટી સહિતની તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ ગયા પછી સતત અધિકારીઓની હાજરીમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. PM આવે તે પહેલાં સી પ્લેન પ્રોજેક્ટમાં કોઈપણ ઉણપ ન રહે તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news