ડોલરની સરખામણીએ રૂપિયાનો કૂદકો, 3 મહિના પછી 70 રૂપિયાથી નીચે આવ્યો
બજારના સૂત્રોએ જણાવ્યું કે, શેર બજારમાં ચાલી રહેલી તેજી, વિદેશોમાં કેટલાક ટોચના ચલણની સરખામણીએ ડોલર નબળો પડવાને કારણે ઘરેલુ રૂપિયામાં ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે
Trending Photos
મુંબઈઃ ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે. તાજેતરના વિદેશી રોકાણ અને ખનીજ તેલના ઘટતા જતા ભાવને કારણે ગુરૂવારે વિદેશી ચલણ બજારમાં રૂપિયો અમેરિકાન ડોલરની સરખામણીએ 77 પૈસાનો હનુમાન કૂદકો લગાવીને ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તર 69.85 રૂપિયા પ્રતિ ડોલર આવી પહોંચ્યો હતો.
ભારત જેવા ખનિજ તેલના સૌથી મોટા આયાતકાર દેશને એ સમયે રાહત મળી જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 60 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે જતો રહ્યો હતો. બજારના સૂત્રોએ જણાવ્યું કે, શેર બજારમાં ચાલી રહેલી તેજી, વિદેશોમાં કેટલાક ટોચના ચલણની સરખામણીએ ડોલર નબળો પડવાને કારણે ઘરેલુ રૂપિયામાં ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે.
સવારે 57 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો હતો રૂપિયો
નિકાસકારો અને બેન્કોની વેચાવલીને કારણે શરૂઆતી કારોબારમાં રૂપિયો ડોલરની સરખામણીએ 57 પૈસાની મજબૂતી સાથે 70.05 પર ખુલ્યો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ જેરામ પોવેલના નીતિગત વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાની સંભાવનાના નિવેદનથી રૂપિયાને સમર્થન મળ્યું હતું. આ વધારો આખો દિવસ ચાલુ રહ્યો હતો.
કારોબારના અંતે છેલ્લા બંદ ભાવની સરખામણીએ રૂપિયો 77 પૈસાના ઉછાળા સાથે 69.85 પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. આ અગાઉ, બુધવારે ડોલરની સરખામણીએ રૂપિયો 17 પૈસા મજબુતી સાથે 70.62 પ્રતિ ડોલર બંધ રહ્યો હતો.
ત્રણ મહિના પછી 70 રૂપિયાથી નીચે આવ્યો
રૂપિયામાં છેલ્લા 10 દિવસથી મજબૂતી જોવા મળી રહી છે. ત્રણ મહિના બાદ તે 70 રૂપિયાના સ્તરથી નીચે આવ્યો છે. આ અગાઉ, 24 ઓગસ્ટના રોજ રૂપિયો 70 રૂપિયાના સર્વોચ્ચ સ્તરથી નીચે એક ડોલરની સરખામણીએ 69.91 રૂપિયા પર બંધ થયો હતો. ચલણના કારોબારીઓ અનુસાર, અન્ય વિદેશી ચલણની સરખામણીએ ડોલર નબળો થવાને કારણે પણ રૂપિયો મજબૂત થયો છે.
રૂપિયાની મજબૂતીની અસર થઈ બજાર પર
રૂપિયામાં મજબૂતી દેખાવાની વચ્ચે નવેમ્બર વાયદા અને વિકલ્પ વર્ગમાં સોદા પૂરા કરવા માટે કરવામાં આવેલી લેવાલી સાથે ગુરૂવારે સેન્સેક્સ 450 પોઈન્ટના ઉછાળા સાથે 36,170.41 પર બંધ થયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પાવેલના નિવેદન બાદ વૈશ્વિક સ્તરે જોવા મળેલા સકારાત્મક વલણની અસર પણ ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. ત્રીસ શોર પર આધારિત સેન્સેક્સ 453.46 પોઈન્ટ એટલે કે 1.27 ટકાની તેજી સાથે 36,170.41 પર બંધ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે