અરવલ્લી: 17 બાળકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની ટિમ તૈનાત

શાળામાં ભોજન લીધા બાદ ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા 17 બાળકોને ઝાડા, ઉલ્ટી અને તાવની અસર થઇ હતી

અરવલ્લી: 17 બાળકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની ટિમ તૈનાત

સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લીના ભિલોડામાં આવેલા ખીલોડામાં 17 બાળકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. બુધવારે ખીલોડાની પુન:વસવાટ પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. શાળામાં ભોજન લીધા બાદ ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા 17 બાળકોને ઝાડા, ઉલ્ટી અને તાવની અસર થઇ ગઇ હતી. ત્યારબાદ આ તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે શામળાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ શામળાજી હોસ્પિટલ પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news