ડેબિટ કાર્ડ નહી હવે ઘડીયાળ વડે કરો પેમેન્ટ, SBI એ શરૂ કરી આ કમાલની સુવિધા
ટાઇટન પેમેન્ટ વોચની સુવિધાનો ફાયદો ફક્ત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કાર્ડ હોલ્ડર્સ જ ઉઠાવી શકે છે. જો તમે 2000 રૂપિયા સુધી પેમેન્ટ કરો છો તો ફક્ત ઘડીયાળને ટેપ કરીને પેમેન્ટ થઇ જશે.
Trending Photos
નવી દિલ્હી: હવે તમારે શોપિંગ બાદ પેમેન્ટ કરવા માટે ના કોઇ ડેબિટ કાર્ડની જરૂર પડે, ન મોબાઇલ ફોન કે કોઇ એપની. આ કામ હવે તમારી કાંડા ઘડીયાળ (Wrist Watch) થી થઇ જશે. ઘડીયાળ બનાવનાર દેશની દિગ્ગજ કંપની Titan એ પહેલીવાર ભારતમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ (Contactless Payment) ને સપોર્ટ કરનાર 5 ઘડીયાળને લોન્ચ કરી છે. આ ફીચર માટે કંપનીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સાથે પાર્ટનરશિપ કરી છે.
ઘડીયાળ વડે કેવી રીતે થશે પેમેન્ટ
શોપિંગ કર્યા બાદ જ્યારે તમે પેમેન્ટ કરવા પહોંચશે, તો તમારે ફક્ત PoS મશીન પાસે જઇને Titan Pay Powered Watch ને ટેપ કરવાનું છે. આમ કરતાં અજ તમારું કોન્ટેક્ટલેસ પેમેન્ટ પુરૂ થઇ જશે. સામાન્ય રીતે Wi-Fi સુવિધાવાળા ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ થાય છે. Titan પેમેન્ટ વોચની સુવિધા ફક્ત એસબીઆઇ કાર્ડકારકો માટે છે. રિસ્ટ વોચમાં આપવામાં આવેલા પેમેન્ટ ફંકશન ખાસ સિક્યોર્ડ સર્ટિફિફાઇડ નિયર-ફીલ્ડ કોમ્યૂનિકેશન ચિપ (NFC) પર કામ કરે છે જે સ્ટ્રૈપમાં લગાવવામાં આવ્યું છે. ટાઇટને પે ફીચર YONO SBI થી પાવર્ડ છે અને આ તે જગ્યાઓ પર કામ કરશે જ્યાં POS મશીન ઉપલબ્ધ હશે.
પિન વિના કરી શકશો 2000 સુધીની શોપિંગ
ટાઇટન પેમેન્ટ વોચની સુવિધાનો ફાયદો ફક્ત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કાર્ડ હોલ્ડર્સ જ ઉઠાવી શકે છે. જો તમે 2000 રૂપિયા સુધી પેમેન્ટ કરો છો તો ફક્ત ઘડીયાળને ટેપ કરીને પેમેન્ટ થઇ જશે. કોઇ પિનની જરૂર નહી પડે, પર6તુ 2000 કરતાં વધુના પેમેન્ટ માટે તમારે પિન નાખવો પડશે.
કેટલી હશે કિંમત
ટાઇટનની આ નવી સીરિઝમાં પુરૂષો માટે ત્રણ વેરિએન્ટ અને મહિલાઓ માટે બે વેરિએન્ટને લોન્ચ કરવામાં આવ્યા છે. પુરૂષો માટે જે રિસ્ટ વોચ લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત 2995 રૂપિયા, 3,995 રૂપિયા અને 5,995 રૂપિયા છે. તો મહિલાની ઘડીયાળ 3,895 રૂપિયા અને 4,395 રૂપિયામાં મળશે. બ્લેક અને બ્રાઉન લેધર સ્ટ્રૈપના કારણે વોચનો લુક શાનદાર લાગે છે. તમામ નવી વોચ સેલ માટે ટાઇટનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે