ડ્રગ્સ પર બોલીવુડમાં ડબલ સ્ટાન્ડર્ડ, રિયાના સમર્થનમાં 2500 લોકોએ લખ્યો પત્ર

સુશાંતની ન્યાયની લડાઇ બોલીવુડમાં ગૃહયુદ્ધમાં બદલાઇ ગઇ છે. આ ગૃહ યુદ્ધમાં હવે બોલીવુડના ગદ્દાર શોધવામાં આવી રહ્યા છે. હિટ અને ફ્લોપના આધાર પર લડાઇ લડવામાં આવી રહી છે પરંતુ સુશાંતની લડાઇ પાછળ ધકેલાઇ ગઇ.

ડ્રગ્સ પર બોલીવુડમાં ડબલ સ્ટાન્ડર્ડ, રિયાના સમર્થનમાં 2500 લોકોએ લખ્યો પત્ર

નવી દિલ્હી: સુશાંતની ન્યાયની લડાઇ બોલીવુડમાં ગૃહયુદ્ધમાં બદલાઇ ગઇ છે. આ ગૃહ યુદ્ધમાં હવે બોલીવુડના ગદ્દાર શોધવામાં આવી રહ્યા છે. હિટ અને ફ્લોપના આધાર પર લડાઇ લડવામાં આવી રહી છે પરંતુ સુશાંતની લડાઇ પાછળ ધકેલાઇ ગઇ. ડ્રગ્સની વાત પાછળ રહી ગઇ.આ પ્રશ્ન પાછળ છૂટી ગયો કે નશામાં 'ઉડતા બોલીવુડ' પર ઘણા ફિલ્મી સ્ટાર કેમ 'મૌન વ્રત' ધારણ કરીને બેઠા છે. કોણ ઇચ્છતું નથી કે બોલીવુડ ડ્રગ્સ મુક્ત થાય. શું ડ્રગ્સ અને રિયા પર બોલીવુડમાં ભાગલા પડી ચૂક્યા છે. આ પ્રશ્ન એટલા માટે કારણ કે ડ્રગ્સ પર પહેલાં જયા બચ્ચને કંગના રનૌત પર પ્રહાર કર્યો અને હવે ઇંડસ્ટ્રીના લગભગ અઢી હજાર લોકોએ એક પત્ર પર સહી કરી છે. 

બોલીવુડમાં ડ્રગ્સના પાતાળ લોકની દરેક કડીનો ખુલાસો થઇ રહ્યો છે. તેનાથી તે તમામ લોકો પરેશાન છે જે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડ્રગ્સ કનેક્શનને રહસ્ય બનાવી રાખવા માંગે છે. કેટલાક ફિલ્મી સ્ટાર્સએ રિયા કેસમાં મીડિયા કવરેજને લઇને પણ પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા સમાચારની પાછળ દોડે કોઇ મહિલાની પાછળ નહી. પરંતુ પ્રશ્ન એ છે કે પત્ર લખનાર ડ્રગ્સ કેસમાં રિયા કનેક્શન કેમ નજરઅંદાજ કરી રહ્યા છે. 

પોલ ખુલી, તો મીડિયાની ખેંચતાણ?
બોલીવુડના ડ્રગ્સ ગેંગ, સુશાંત અને રિયાને લઇને બેવડો વ્યવહાર કરનાર બોલીવુડના કેટલાક બુદ્ધિજીવીઓએ મીડિયાને સંબોધિત કરતાં એક પત્ર લખ્યો છે. પત્ર સાઇન કરનારમાં સોનમ કપૂર, અનુરાગ કશ્યપ, શિવાની દાંડેકર, જોયા અખ્તર સહિત લગભગ 2500 બોલીવુડ સાથે જોડાયેલા લોકો અને ઘણા સંગઠન છે. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે.

'રિયા સ્વતંત્ર વિચારો ધરાવનાર મહિલા છે. તો મીડિયા તેમના ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. સલમાન અને સંજય દત્તના સમયે તો મીડિયાનું નરમ વલણ હતું, પરંતુ રિયા કેસમાં એવું નથી. કોઇપણ છોકરીનું ચરિત્ર-હનન કરવું આસાન છે. સાચા સમાચાર બતાવવમાં મુશ્કેલ છે. 'વિષકન્ય' અને 'ડાયન' જેવા શબ્દોએ ડિપ્રેશનની સમસ્યાને પાછળ છોડી દીધી છે. સમાચારોની પાછળ ભાગો, કોઇ મહિલાની પાછળ નહી.'

આ ચિઠ્ઠીમાં સંજય દત્ત અને સલમાન ખાનના આરોપો  પર મીડિયા કવરેજ અને રિયા ચક્રવર્તીના આરોપો પર મીડિયા કવરેજની તુલના પણ કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ છે કે , રિયા ચક્રવતીના સમર્થનમાં ઉભેલા લોકો કેમ ડ્રગ્સ કનેક્શનને નજરઅંદાજ કરી રહ્યા છે. કોણ લોકો છે, જે ઇચ્છતા નથી કે નશામાં ઉડતા બોલીવુડ જમીન પર આવે અને નશાથી મુક્ત થઇ જાય?
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news