SBI Offer: એસબીઆઇ ગ્રાહકોને ફ્રીમાં મળી રહ્યો છે 2 લાખ રૂપિયાનો ફાયદો! બસ આજે જ કરો આ કામ

SBI Insurance Cover: દેશની સૌથી મોટી બેંક એસબીઆઇના ગ્રાહકો માટે ખુશખબરી છે. એસબીઆઇ પોતાના ગ્રાહકોને મફતમાં 2 લાખ રૂપિયાનો ફાયદો આપી રહ્યા છે. RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાર તમામ જન-ધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત એક્સીડેન્ટલ કવર આપી રહી છે. આવો જાણીએ આ પ્રક્રિયા.

SBI Offer: એસબીઆઇ ગ્રાહકોને ફ્રીમાં મળી રહ્યો છે 2 લાખ રૂપિયાનો ફાયદો! બસ આજે જ કરો આ કામ

નવી દિલ્હી: SBI Insurance Cover: દેશની સૌથી મોટી બેંક એસબીઆઇના ગ્રાહકો માટે ખુશખબરી છે. એસબીઆઇ પોતાના ગ્રાહકોને મફતમાં 2 લાખ રૂપિયાનો ફાયદો આપી રહ્યા છે. RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાર તમામ જન-ધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત એક્સીડેન્ટલ કવર આપી રહી છે. આવો જાણીએ આ પ્રક્રિયા.

આ રીતે મળશે 2 લાખ રૂપિયાનું કવર
એસબીઆઇ તરફથી વીમાની રકમ ગ્રાહકો દ્વારા તેમના જન ધન ખાતું ખોલવાના સમયગાળા અનુસાર નક્કી કરવામાં આવશે. જે ગ્રાહકોનું પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) ખાતું 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવ્યું છે તેમને જાહેર કરવામાં આવેલા RuPay PMJDY કાર્ડ પર 1 લાખ રૂપિયા સુધીની વિમા રકમ મળશે. જ્યારે 28 ઓગસ્ટ 2018 બાદ જાહેર કરવામાં આવેલા કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટ કવરનો બેનિફિટ મળશે. 

આ લોકોને મળશે ફાયદો
પ્રધાનમંત્રી જનધન યોજના એક એવી યોજના છે જેના હેઠળ દેશના ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. તેમાં કોઇપણ વ્યક્તિ ડોક્યૂમેન્ટ્સ જમા કરીને ઓનલાઇન અથવા બેંકમાં જઇને જન ધન ખાતું ખોલાવી શકે છે. એટલું જ નહી કોઇપણ પોતાનું સેવિંગ બેંક એકાઉન્ટ જન ધનમાં કનવર્ટ કરાવી શકે છે. તેમાં બેંક તરફથી RuPay આપવામાં આવે છે. આ ડેબિટ કાર્ડને ઉપયોગ એક્સીડેન્ટલ ડેથ વીમો, ખરીદ સુરક્ષા કવર અને બીજા ફાયદાઓ માટે કરી શકીએ છીએ. 

કોને મળશે આ યોજના લાભ
જન ધન એકાઉન્ટ હોલ્ડર રૂપે ડેબિટ કાર્ડ હેઠળ મળનાર એક્સીડેન્ટલ ડેથ ઇંશ્યોરન્સનો ફાયદો ત્યારે મળશે જ્યારે વિમાધારકે દુર્ઘટનાની તારીખથી 90 દિવસની અંદર ઇંટ્રા અથવા ઇન્ટર બેંક બંનેમાંથી કોઇપણ ચેનલ પર કોઇપણ સફળ નાણાકીય અથવા બિન-નાણાકીય લેણદેણ કર્યું હશે. એવામાં જ રકમની ચૂકવણી કરવામાં આવશે. 

આ રીતે ઉઠાવો લાભ
ક્લેમ મેળવવા માટે તમારે સૌથી પહેલાં ક્લેમ ફોર્મ ભરવું પડશે. આ સાથે જ ઓરિજનલ Death Certificate અથવા પ્રમાણિત નકલ જોડવી પડશે. એફઆઇઆરની ઓરિજનલ અથવા સર્ટિફાઇડ કોપી એટેચ કરો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ પણ હોવી જોઇએ. આધારકાર્ડની કોપી. બેંક સ્ટેમ્પ પેપર પર કાર્ડ હોલ્ડર પાસે રૂપે કાર્ડ હોવાનું શપથપથ આપવું પડશે. 90 દિવસમાં તમામ ડોક્યુમેંટ્સ જમા કરાવવા પડશે. નોમિનીનું નામ અને બેંક ડિટેલ, પાસબુકની કોપી સહિત જમા કરાવવી પડશે. 

જરૂરી ડોક્યૂમેન્ટ
1. ઇંશ્યોરન્સ ક્લેમ ફોર્મ.
2. મૃત્યુ પ્રમાણપત્રની નકલ.
3. કાર્ડધારક અને નોમિનીની આધાર નકલ.
4. જો મૃત્યુ અન્ય કારણસર થયું હોય તો રાસાયણિક વિશ્લેષણ અથવા FSL રિપોર્ટ સાથે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની નકલ.
5. અકસ્માતની વિગતો આપતી FIR અથવા પોલીસ રિપોર્ટની અસલ અથવા પ્રમાણિત નકલ.
6. કાર્ડ જારી કરનાર બેંક વતી અધિકૃત હસ્તાક્ષરકર્તા અને બેંક સ્ટેમ્પ દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ ઘોષણાપત્ર.
7. આમાં બેંક અધિકારીના નામ અને ઈમેલ આઈડી સાથે સંપર્ક વિગતો આપવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news