SBI તમારા પરિવારને ફ્રીમાં આપશે 5 લાખ રૂપિયા, ખોલાવવું પડશે આ ખાસ એકાઉન્ટ

મોટાભાગે લોકો આર્થિક મુશ્કેલીના સમયે પર્સનલ લોન લે છે. પરંતુ જરૂરી નથી કે તમારે આટલી જેટલી રકમની જરૂર હોય એટલી મળી જાય. પરંતુ કોઇ તમને કહે કે મુશ્કેલીના સમયે તમને ફ્રીમાં થોડા પૈસ મળી જશે તે પણ બેંક દ્વારા તો શું વિશ્વાસ થશે. જી હાં આ સાચું છે. જોકે ભારતીય સ્ટેટ બેંક (SBI) એ કંઇક આવી જ ઓફર કાઢી છે. એસબીઆઇ તમને ફ્રીમાં પાંચ લાખ રૂપિયાનો પર્સનલ અકસ્માત વીમા કવર આપી રહી છે. જોકે તેના માટે તમારે એક ખાસ ખાતું બેંકમાં ખોલાવવું પડશે. 
SBI તમારા પરિવારને ફ્રીમાં આપશે 5 લાખ રૂપિયા, ખોલાવવું પડશે આ ખાસ એકાઉન્ટ

નવી દિલ્હી: મોટાભાગે લોકો આર્થિક મુશ્કેલીના સમયે પર્સનલ લોન લે છે. પરંતુ જરૂરી નથી કે તમારે આટલી જેટલી રકમની જરૂર હોય એટલી મળી જાય. પરંતુ કોઇ તમને કહે કે મુશ્કેલીના સમયે તમને ફ્રીમાં થોડા પૈસ મળી જશે તે પણ બેંક દ્વારા તો શું વિશ્વાસ થશે. જી હાં આ સાચું છે. જોકે ભારતીય સ્ટેટ બેંક (SBI) એ કંઇક આવી જ ઓફર કાઢી છે. એસબીઆઇ તમને ફ્રીમાં પાંચ લાખ રૂપિયાનો પર્સનલ અકસ્માત વીમા કવર આપી રહી છે. જોકે તેના માટે તમારે એક ખાસ ખાતું બેંકમાં ખોલાવવું પડશે. 

સામાન્ય નહી ખાસ છે એકાઉન્ટ
એસબીઆઇની ઓફર હેઠળ ખુલનાર ખાતું કોઇ સામાન્ય ખાતુ નહી હોય, પરંતુ એક પ્રકારનું ખાસ ખાતું છે. કારણ કે તેમાં મિનિમમ બેલેન્સની જરૂર નહી હોય. જોકે એક નક્કી સમય માટે જ છે. સાથે જ આ ખાતું ખોલાવવામાં કોઇ ઝંઝટ પણ નહી હોય. એસબીઆઇ જીરો બેલેન્સ પર આ ખાતું ખોલી રહ્યું છે. તેના માટે તમારે બેંક જવાની જરૂર નથી, પરંતુ આ ખાતું ઓનલાઇન જ ખોલાવી શકાય છે. 

શું છે ખાતાની ખાસિયત

  • આ ખાતું ઝીરો બેલેન્સ પર ખુલી જશે.
  • તમારે એસબીઆઇની મોબાઇલ એપ yonosbi.com ડાઉનલોડ કરવી પડશે.
  • આ એપમાં તમે ખાતા માટે ઓનલાઇન એપ્લાય કરી શકો છો.
  • બેંક ખાતું ખુલતાની સાથે જ તમારો પર્સનલ અકસ્માત વિમો થઇ જશે, જે બિલકુલ મફત છે. 
  • પર્સનલ અકસ્માત વીમા હેઠળ તેમાં 5 લાખ રૂપિયાનો વીમો હશે. 

ખાતું ખોલાવવા માટે શું કરશો

  • ઓનલાઇન ખાતુ ખોલાવવા માટે એસબીઆઇ yono એપ ડાઉનલોડ કરો.
  • ખાતુ ખોલવા માટે તમારી પાસે આધાર અને પાન અનિવાર્ય છે.
  • ઓનલાઇન એપ્લાય કરતી વખતે તમારે બંનેની માહિતી આપવી પડશે. 
  • તમે આ લિંક પર પણ એપ્લાય કરી શકો છો. https://www.sbiyono.sbi/wps/portal/accountopening/home#!/customeraccount

ક્યાં સુધી છે આ ઓફર
જો તમે આ ખાતુ ખોલાવો છો તો તમારે 31 ઓગસ્ટ 2018 સુધી મિનિમમ બેલેન્સની જરૂર નથી. એટલે કે તમે ખાતામાં જીરો બેલેન્સ રાખી શકો છો. જોકે 31, ઓગસ્ટ બાદ તમારે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડશે. 

એસબીઆઇની શરતો

  • આ સુવિધાનો લાભ ફક્ત ભારતની નાગરિકતા ધરાવનાર લોકો જ ઉઠાવી શકે છે. આ ભારતીયોની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ અને તેમના પર કોઇ વિદેશી ટેક્સ લાયબિલિટી ન હોવી જોઇએ. 
  • એકાઉન્ટ ખોલાવવા માટે 12 ડિજિટના આધાર નંબરની સાથે PAN પણ હોવો જોઇએ. આધાર અને પાનકાર્ડની માહિતી મેચ ન થતાં આધારની ડિટેલ્સ જ માન્ય ગણાશે. 
  • ગ્રાહક પાસે માન્ય અને એક્ટિવ મોબાઇલ નંબર હોવો જોઇએ, જે તેના નામ પર રજિસ્ટર્ડ હોય. સાથે જ એક ઇમેલ આઇડી પણ હોવું જોઇએ, જેથી તમે આ સેવાનો લાભ ઉઠાવી શકો.
  • ગ્રાહક પાસે પુરૂ ઈ-કેવાઇસી હોવું જોઇએ. ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા માટે તમારી નજીકની એસબીઆઇ બ્રાંચ પર જઇને ઈ-કેવાઇસી માટે બાયોમેટ્રિક ઓથેંટિકેશન આપવું પડશે.
  • એસબીઆઇના અનુસાર એક મોબાઇલ નંબર પર ફક્ત એક જ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news