રેકોર્ડ હાઇ પર બંધ શેરબજાર: સેંસેક્સે રચ્યો ઇતિહાસ, નિફ્ટી 11000ની પાર
શેરબજાર માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો રહ્યો, સેંસેક્સે રેકોર્ડ હાઇપર ઓપનિંગ અને ક્લોઝિંગ કર્યું, બીજી તરફ નિફ્ટી પણ આશરે 6 મહિના બાદ 11000ની પાર બંધ થવામાં સાફળ રહ્યું
Trending Photos
નવી દિલ્હી : શેરબજાર માટે આજનો દિવસો ખુબ જ ખાસ રહ્યો. સેંસેક્સએ જ્યાં રેકોર્ડ હાઇ પર ઓપનિંગ અને ક્લોઝિંગ કર્યું, જ્યારે નિફ્ટી પણ આશરે 6 મહિના બાદ 11000ને પાર બંધ થવામાં સફળ રહ્યું. ચોતરફી ખરીદારીમાં સૌથી વધારે ઝડપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં રહી. જેમાં એકવાર ફરીથી 100 બિલિયન ડોલર ક્લબમાં સ્થાન બનાવ્યું. રિલાયન્સની દમદાર તેજીનાં દમ પર સેંસેક્સે નવા શિખર સર કર્યા. સેંસેક્સ નિ્ફ્ટીમાં 0.75 ટકા સુધી ચઢીને બંધ થયું.
સેંસેક્સ 282 પોઇન્ટ ચઢીને 36,548.41ના નવા રેકોર્ડ સ્તર પર બંધ થયું. બીજી તરફ નિફ્ટી 75 પોઇન્ટ છઢીને 11,023.20ના સ્તર પર બંધ થયું. નિફ્ટીને 1 ફેબ્રુઆરી, 2018 બાદ 11000ની પાર થવામાં સફળ રહ્યું હતું.
RILએ રચ્યો ઇતિહાસ
ટ્રેડિંગ દરમિયાન સૌથી વધારે તેજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં રહી. RIL 100 અબજ ડોલર માર્કેટ કેપ પાર કરનારી ટીસીએસ બાદ દેશની બીજી કંપની બની ગઇ. આરઆઇએલની માર્કેટ કેપ ગુરૂવારે 6.89 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ. ટ્રેડિંગ દરમિયાન શેર 4.8 ટકાની તેજી સાથે 1086 રૂપિયાનાં ભાવ પર પહોંચી.જો કે તેનાથી થોડું નીચે 1080ના સ્તર પર બંધ થયું. માત્ર એખ દિવસનાં ટ્રેડિંગમાં રોકાણકારોની કિંમતમાં આશરે 32 હજાર કરોડ રૂપિયા વધી ગઇ.અત્રે ઉલ્લેખનીય છે કે, ટીસીએસ દેશની સૌથી વધારે માર્કેટ કેપ વાળી કંપની છે. ટીસીએસનું માર્કેટ કેપ 7.55 લાખ કરોડ રૂપિયા છે.
મિડ કેપે બગાડ્યો મુડ
મિડકેપ અને સ્મોલકેપ શેરે બજારનો મુડ બગાડવાનું કામ કર્યું. એક સમયે સેંસેક્સમાં 400 પોઇન્ટથી વધારેનો ઉછાળો આવ્યો. બીજી તરફ નિફ્ટી પણ રેકોર્ડ હાઇની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં થયેલ વેચવાલીથી બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટીને બંધ થયું. બીજી તરફ નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સમાં આશરે 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઇની સ્મોલકેપ ઇન્ડેક્સ સપાટ થઇને બંધ થયું છે.
કયા શેરોમાં તેજી જોવા મળી
કારોબાર દરમિયાન IOC, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, BPCL, ડો. રેડિઝ, એચસીએલ ટેકસ આરઆઇએલ અને જેટ એરવેઝમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ ઇન્ફ્રાટેલ, ઇન્ફોસિસ, ટીસીએસ, વેદાંતા લિમિટેડ, ઓએનજીસી, અદાણી પાવર, અદાણી એન્ટરટેઇનમેન્ટ અને રિલાયન્સ નવલમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે