close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

આઇટી

EXCLUSIVE: લોન રિકવરીમાં IT ડિપાર્ટમેન્ટ કરશે બેંકોની મદદ, આ રસ્તો અપનાવવામાં આવશે

બેંકો પર NPA નો મોટો બોજો છે. ડિફોલ્ટરોની સંખ્યા સતત વધતી જાય છે. લોન તો સરળતાથી મળી જાય છે, પરંતુ રિકવરી એટલી જ મુશ્કેલ છે. એવામાં લોન રિકવરી માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેંકોની મદદ કરશે. ઝી બિઝનેસની એક્સક્લૂસિવ જાણકારીના અનુસાર CBDT એ પોતાના તાજેતરમાં જ IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કહ્યું કે તે બેંકોના ડિફોલ્ટર વિશે પુરી જાણકારી, જોકે બેંક એકાઉન્ટ, મોર્ગેજ પેપર અને ગેરેન્ટર વિશે જાણકારી શેર કરી. 

Jun 26, 2019, 01:16 PM IST

'અમદાવાદ જોબ મેળા' માં 33 કંપનીઓ દ્વારા 175 થી વધુ ઉમેદવારોને કરાયા શોર્ટલીસ્ટ

અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019'નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. 'અમદાવાદ જોબ મેળા' એ ફ્રેશર્સ અને ગ્રેજ્યુએટ્સ માટેનો મેગા જોબ ફેર હતો, જેમાં ગુજરાતભરમાંથી 175 થી વધુ ઉમેદવારોને અંદાજે 33 કંપનીઓ દ્વારા તેમના માપદંડ મુજબ જોબ માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા હતા. કોલેજ દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019' ની આ ચોથી આવૃત્તિ હતી.

Jun 22, 2019, 05:30 PM IST

અમદાવાદ જોબ મેળામાં સામેલ થશે 30થી વધુ કંપનીઓ, આ ક્ષેત્રના ઉમેદવારો માટે ઉત્તમ તક

અમીરાજ કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા શનિવારે, તા.22 જૂનના રોજ યોજાનાર ફ્રેશર્સ (ગ્રેજયુએટ) માટેના જોબમેળા 'અમદાવાદ જોબમેળા 2019’ની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં માત્ર અમદાવાદમાંથી જ નહી પણ સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેશે. 'અમદાવાદ જોબમેળા'માં 30થી વધુ કંપનીઓ ભાગ લેશે. અને તેમના માપદંડ અનુસાર ઉમેદવારો શોર્ટલીસ્ટ કરીને યાદી બનાવશે. 'અમદાવાદ જોબમેળા' દ્વારા 350થી વધુ ઉપલબ્ધ જગ્યાઓ માટે યુવાન ઉમેદવારોની પસંદગી થશે.

Jun 21, 2019, 09:35 AM IST

અઝીમ પ્રેમજીએ કર્મચારીઓને કહ્યું, 'મારો પુત્ર રિશદ વિપ્રોને નવી ઉંચાઇઓ પર લઇ જશે'

ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ અઝીમ પ્રેમજીએ ગુરૂવારે કહ્યું કે કંપનીનું નેતૃત્વ કરવું તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો પુત્ર કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જશે. અઝીમ પ્રેમજી 30 જુલાઇના વિપ્રોના કાર્યકારી ચેરમેન પદેથી રિટાયર થઇ રહ્યા છે. પચાસ વર્ષ સુધી કંપનીની કમાન સંભાળ્યા બાદ પ્રેમજી જુલાઇના અંતમાં પોતાના પુત્ર રિશદ પ્રેમજીને કંપનીની કમાન સંભાળશે. જોકે તે જુલાઇ 2024 સુધી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની રહેશે અને કંપનીના સંસ્થાપક ચેરમેન પણ રહેશે. રિશદ હાલમાં વિપ્રોના મુખ્ય રણનીતિ અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય છે.

Jun 7, 2019, 09:35 AM IST

આ વર્ષે સેંસેક્સ થશે 40 હજારને પાર! અહીં મળશે મોટા રિટર્ન, આ શેરોમાં કરો રોકાણ

શેર બજારની ચાલ હાલમાં થોડી ડગમગી ગયેલી છે. સતત સારી બઢત લીધા બાદ બજાર ફરી સરકી જાય છે. બુધવારે પણ બજારમાં મોટા ઘટાડો જોવા મળે છે. સેંસેક્સ 260 પોઇન્ટ સુધી તુટી ગયો છે. તો બીજી તરફ નિફ્ટી પણ 11600ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ, આ વર્ષે નિફ્ટી 12300ના સ્તર સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ સેંસેક્સ પણ લાંબી છલાંગ લગાવતાં 40700 ના સ્તરને અડક્યો છે. આ અનુમાન એપિક રિસર્ચના સીઇઓ મુસ્તફા નદીમનું છે. તેમનું માનવું છે કે લાંબા ગાળામાં બજારથી સારું રિટર્નની આશા છે.

Apr 11, 2019, 09:23 AM IST
IT Raid In Rajkot Angdia Firm, 1 Carore Cash Collect PT43S

રાજકોટ આંગડિયા પેઢીમાં આઇટીની રેડ, કરોડની રોકડ રકમ જપ્ત

રાજકોટના કરણપરા વિસ્તાર સ્થિત આવેલી નામાંકિત આંગડિયા પેઢીને ત્યાં આવક વિભાગના દરોડા પડ્યા હતા. આઇટી વિભાગ દ્વારા R C આંગડિયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. અંદાજે એક કરોડ રોકડ જપ્ત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી સમયે નાણાકીય વ્યવહાર પર ચૂંટણી વિભાગ અને આઇટીની નજર છે.

Apr 10, 2019, 09:40 AM IST

FB પર 'ઔકાત'થી બહારના ફોટા શેર કરશો નહી, પડી શકે છે ઇનકમ ટેક્સની રેડ

જો તમે પણ ફેસબુક પોતાની ટ્રિપ અથવા પાર્ટીના ફોટા શેર કરો છો તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજર તમારા પર પડી શકે છે. જી હા ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા હવે એવા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી તમારે ટેક્સ ચોરી કરવી અશક્ય તો નહી પરંતુ મુશ્કેલ જરૂર થઇ જશે. ઇનકમ ટેક્સ વિભાગ (આઇટી) ટેક્સ ચોરી પર લગામ કસવા માટે 1 એપ્રિલથી બિગ ડેટા એનાલિટિક્સનો યૂઝ કરવા માટે જઇ રહ્યા છે. 

Apr 1, 2019, 06:35 PM IST

અમદાવાદ: શહેરના નામી બિલ્ડર ‘સફલ કન્સ્ટ્રક્શન’ પર આઇટી વિભાગની રેડ

શહેરના જાણીતા બિલ્ડર સફલ કન્સ્ટ્રક્શન પર ઇન્કમટેક્ષના વિભાગના અધિકારીઓએ રેડ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર સફળ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગના આશરે 15 જેટલા અઘિકારીઓ સર્ચ કરી રહ્યા છે. સફલ કન્સ્ટ્રક્શનના નાણાકીય વ્યવહારો અંગેની તપાસ કરવામાં આવી રહી છે. 
 

Feb 12, 2019, 10:04 PM IST

IT વિભાગમાં થશે બંપર ભરતીઓ, તૈયારી માટે મળી રહેશે પુરતો સમય

ઇન્કમ ટેક્સ વિભાગ (IT) માં નોકરીઓ માટે જગ્યા પડવાની છે. કેંદ્ર સરકારે વિભાગને નવેઅસ્રથી કાડર સમીક્ષા અને પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. સરકાર આમ એટલા માટે કરી રહી છે જેથી એવી ડાયરેક્ટ ટેક્સ વ્યવથા બનાવવામાં આવે, જેથી ઇન્કમ ટેક્સના નિયમોને કડકાઇ પૂર્વક લાગૂ કરવાની સાથે-સાથે ટેક્સપેયરના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવે. આ પહેલાં સરકારે 2013માં કાડર રિવ્યૂ કર્યો હતો.

Dec 19, 2018, 03:41 PM IST

IT ગ્રેજ્યુએટ્સ માટે ખુશ ખબરી, ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આવી રહી છે 10 લાખ નોકરી

IT અનેબલ્ડ સર્વિસ ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. આ ક્ષેત્ર સાથે જેડાયેલા ક્લાઉડ કમ્પ્યુટરમાં 10 લાખ કરતા પણ વધારે નોકરીઓ આવી રહી છે. ગ્રેટ લર્નિગના રીપોર્ટ અનુસાર 2022 સુધીમાં આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવામાં આવશે.  

Nov 24, 2018, 02:58 PM IST

સેલેરી અને પ્રમોશન આપવાના મામલે આ ટોપ 5 બ્રાંડ કંપની છે બેસ્ટ

કોઇપણ કંપનીમાં નોકરી માટે તમે સૌથી પહેલાં શું જુવો છો. કંપનીની પ્રોફાઇલ, શું સેલેરી મળશે. શું પોસ્ટ ઓફર થઇ રહી છે. કામના કલાકો કેટલા હશે...આ વાતો પર સૌથી પહેલાં ધ્યાન જાય છે. મોટાભાગના લોકો કંપનીમાં કામ કરવાના વાતાવરણની પણ તપાસ કરે છે અને બ્રાંડના નામથી સૌથી વધુ આકર્ષિત થાય છે. આ મામલે સોફ્ટવેર કંપનીઓ હંમેશા બાજી મારતી આવી છે અને આ વખતે પણ એવું જ થયું. એક તાજેતરના સવેમાં ટીસીએસ (ટાટા કંસલ્ટેસી સર્વિસેઝ), માઇક્રોસોફ્ટ ઇન્ડીયા જેવી કંપનીઓને નોકરીની દ્રષ્ટિએ સૌથી વધુ આકર્ષક અને મનપસંદ ગણવામાં આવી છે. આ સર્વે રેંડસ્ટેન્ડ ઇમ્પ્લોયર બ્રાંડ રિસર્ચે કરાવ્યું છે. તેમના રિસર્ચમાં ભારતમાં કર્મચારીઓની પસંદગીની કંપનીઓનો ઉલ્લેખ છે. 

Apr 30, 2018, 11:37 AM IST

IT રિટર્નમાં આ ભૂલ ન કરશો, ખાવી પડશે જેલની હવા

ટેક્સ ચોરી અને કાળા નાણા પર અંકુશ લાદવા માટે સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગે અનેક પ્રયત્ન કર્યા છે. તેમાં ટેક્સ ચોરીના મામલે કાર્યવાહીને લઇને શંકાસ્પદ કરદાતાઓની આવકના સ્ત્રોતોની તપાસ સુધી સામેલ છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ(CBDT)ની સાથે પગારદાર કરદાતાઓને ચેતાવણી આપી છે 

Apr 23, 2018, 04:47 PM IST

યુરોપિયન પેટન્ટ ઓફિસ દ્વારા ઓટો અને આઈટી ક્ષેત્રે ઈનોવેશનને સહાય અંગે થઇ ચર્ચા

ભારત અને યુરોપ વચ્ચે પેટન્ટ સંબંધોની સંભાવના ચકાસવા તથા મજબૂત કરવા યુરોપિયન બિઝનેસ એન્ડ ટેકનોલોજી સેન્ટર અને વાય.જે. ત્રિવેદી-એએમએ એકેડમી ફોર આઈપીઆરના સહયોગથી" ભારત અને યુરોપ વચ્ચે પેટન્ટ અંગેના સંબંધોની સંભાવના" અંગે રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન યુરોપિયન પેટન્ટ ઓફિસના ઓલિવર વુર્ઝર અને જ્યોર્જ વેબરની હાજરીમાં કરવામાં આવ્યું હતું. 

Mar 11, 2018, 12:46 PM IST

એશિયાની સૌથી મોટી માર્કેટ બનાવવાનું બીડું ઝડપનાર સુરતના બિલ્ડર ગ્રૂપ પર ITના દરોડા

સુરતમાં એશિયાની સૌથી મોટી માર્કેટ બનાવવાનું કામ શરૂ કરનાર હેપી હોમ બિલ્ડર ગ્રૂપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા ચર્ચા ફેલાઈ ગઈ છે. આજે સવારે સુરત આવકવેરા વિભાગની વિંગ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર ગૃપ હેપી હોમના ભાગીદારોની ઓફિસો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Jan 23, 2018, 03:44 PM IST