શેર માર્કેટમાં કડાકો : સેન્સેક્સમાં 18 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10700ની નીચે

ઇરાન પર બીજીવાર આર્થિક પ્રતિબંધના પગલે આખી દુનિયાના શેરમાર્કેટમાં ગભરાટનો માહોલ છે

શેર માર્કેટમાં કડાકો :  સેન્સેક્સમાં 18 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10700ની નીચે

નવી દિલ્હી : ઇરાન પર બીજીવાર આર્થિક પ્રતિબંધ લદાયો હોવાના કારણે આખી દુનિયાના શેરમાર્કેટમાં ગભરાટનો માહોલ છે. એશિયાના માર્કેટમાં કડાકાની શરૂઆત થઈ ગઈ છે. આ સંકેતના પગલે સ્થાનિક શેરમાર્કેટમાં પણ નબળી શરૂઆત થઈ છે. જોકે શરૂઆતના ઘટાડા પછી માર્કેટમાં નીચલા સ્તરે સુધારો જોવા મળ્યો. માર્કેટની શરૂઆતમાં સેન્સેક્સમાં 18 પોઇન્ટનો ઘટાડો થઈને એ 35,198ના સ્તર પર ખુલ્યો. નિફ્ટી પણ 24 પોઇન્ટ ઘટીને 10,693 પર ખુલ્યો. શરૂઆતના બિઝનેસમાં સેન્સેક્સ 50 પોઇન્ટથી વધારે ઘટી ગયો હતો. 

હેવીવેઇટ શેર્સમાં ખરીદી થવાના પગલે માર્કેટમાં નીચલા સ્તર પર સુધારો જોવા મળ્યો છે. ટીસીએસ, ઓએનજીસી, ઇન્ફોસિસ, આઇટીસી, એચડીએફસી બેંક તેમજ તાતા સ્ટીલમાં ખરીદી વધવાને કારણે સેન્સેક્સ સુધર્યો છે. આ સિવાય આઇટી, મેટલ અને ફાર્મા ઇન્ડેક્સમાં સુધારો થવાથી નિફ્ટી 10,700ને પાર કરી ગયો છે. 

શરૂઆતના બિઝનેસમાં બેન્કિંગ, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી, ઓરો અને એનર્જીના શેરોમાં વેચવાલી નીકળી હતી. આના કારણે નિફ્ટીનો ફાર્મા ઇ્ન્ડેક્સ 0.32 ટકા, ઓટો ઇ્ન્ડેક્સ 0.12 ટકા, રિયલ્ટી ઇ્ન્ડેક્સ 0.49 ટકા, એનજ્રી ઇન્ડેક્સ 0.47 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ 0.21 ટકાના ઘટાડા સાથે બિઝનેસ કરી રહ્યો હતો. 

દિગ્ગજ શેર્સ સાથે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નબળું વલણ જોવા મળ્યું છે જેના પગલે બીએસઇનો સ્મોલ ઇન્ડેક્સ 0.04 ટકા ઘટાડા સાથે 18100ના સ્તરની આસપાસ જોવા મળ્યો હતો. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.20 ટકાના ઘટાડા સાથે 16600ના સ્તરની આસપાસ બિઝનેસ કરી રહ્યો છે. 

બેન્કિંગ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે જેના પગલે બેંક નિફ્ટી 0.48 ટકા ઘટાડા સાથે 25965ના સ્તરની આસપાસ જોવા મળ્યો છે. નિફ્ટીનો પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.54 ટકા અને પીએસયુ બેંક ઇ્ન્ડેક્સ 0.45 ટકા જેટલા ઘટાડા સાથે બિઝનેસ કરી રહ્યો છે. 

બિઝનેસ દરમિયાન મેટલ અને આઇટી શેરમાં લેવાલી દેખાઈ રહી છે જેના પગલે નિફ્ટીનો મેટલ ઇ્ન્ડેક્સ 1.31 ટકા અને આઇટી ઇન્ડેક્સ 1 ટકા મજબૂત બન્યો છે. આ સિવાય રૂપિયો નબળો પડી રહ્યો છે. ડોલરની સરખામણીમાં આજે રૂપિયો 26 પૈસા તુટીને 67.34ના સ્તર પર ખુલ્યો છે. ડોલરની સરખામણીમાં રૂપિયામાં કાલે મજબુતી જોવા મળી હતી. તે ગઈ કાલે 5 પૈસા વધીને 67.08ના સ્તર પર બંધ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news