સેન્સેક્સમાં જોવા મળી મજબૂતી, બિઝનેસની શરૂઆતમાં 199 પોઈન્ટનો ઉછાળો
દેશના શેર બજારોમાં બુધવારે શરૂઆતી બિઝનેસ દરમિયાન મજબૂતી જોવા મળી. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.48 વાગે 199.23 પોઈન્ટના વધારા સાથે 35,712.37 પર અને નિફ્ટી પણ લગભગ હાલ 39.65 પોઈન્ટની મજબૂતી સાથે 10,725.25 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો.
Trending Photos
મુંબઇ: દેશના શેર બજારોમાં બુધવારે શરૂઆતી બિઝનેસ દરમિયાન મજબૂતી જોવા મળી. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.48 વાગે 199.23 પોઈન્ટના વધારા સાથે 35,712.37 પર અને નિફ્ટી પણ લગભગ હાલ 39.65 પોઈન્ટની મજબૂતી સાથે 10,725.25 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો.
મુંબઇ સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 30 શેર પર આધારી સંવેદી ઈન્ડેક્સ સવારે 122.38 પોઈન્ટની મજબૂતી સાથે 35635.52 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 23.15 પોઈન્ટના વધારા સાથે 10,708.75 પર ખુલ્યો.
મંગળવારે પણ બજારમાં તેજી રહી હતી. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 159.06ની તેજી સાથે 35,513.14 પર અને નિફ્ટી 57.00 પોઈન્ટની તેજી સાથે 10,685.60 પર બંધ થયો. મુંબઇ સ્ટોક એક્સચેંજ (બીએસઇ)નો 30 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ સવારે 40.69 પોઈન્ટની તેજી સાથે 35,394.77 પર ખુલ્યો અને 159.06 પોઈન્ટ એટલે કે 0.45 ટકા તેજી સાથે 35,513.14 પર બંધ થયો. દિવસભર બિઝનેસમાં સેન્સેક્સે 35,555.16 ના ટોચ સ્તરે અને 35,262.97 ના નીચલા સ્તરને અડક્યો.
સેન્સેક્સના 30માંથી 13 શેરોમાં તેજી જોવા મળી. ઇંફોસિસ (2.53 ટકા), ટીસીએસ (2.29 ટકા), રિલાયન્સ (1.61 ટકા), ઇંડસઇંડ બેંક (1.29 ટકા) અમે મારૂતિ (1.27 ટકા)માં સૌથી વધુ તેજી રહી. સેન્સેક્સના ઘટાડાવાળા શેરમાં મુખ્ય રહ્યા- સન ફાર્મા (3.34 ટકા), હીરો મોટોકોર્પ (3.10 ટકા), યસ બેંક (2.55 ટકા), વિપ્રો (2.18 ટકા) અને બજાજ-ઓટો (2.01 ટકા).
નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 7.15 પોઈન્ટના ઘટાડા સાથે 10,621.45 પર ખુલ્યો અને 57.00 પોઈન્ટ એટલે કે 0.54 ટકા તેજી સાથે 10,685.60 પર બંધ થયો. દિવસભર બિઝનેસમાં નિફ્ટીના 10,695.15 ના ટોચના અને 10,596.35 નીચલા સ્તરને અડક્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે