Share Market Today: બજેટથી ખુશ બજાર, છેલ્લા 24 વર્ષમાં સૌથી મોટો ઉછાળો, સેન્સેક્સમાં 2314 પોઈન્ટનો વધારો

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટની પોઝિટિવ અસર શેરબજાર પર જોવા મળી છે. 

Share Market Today: બજેટથી ખુશ બજાર, છેલ્લા 24 વર્ષમાં સૌથી મોટો ઉછાળો, સેન્સેક્સમાં 2314 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ આ વખતે બજેટ ભાષણમાં કોઈ નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરવામાં આવી નથી. સોમવારે સંસદમાં રજૂ બજેટ મોદી કાર્યકાળનું નવમું બજેર રહ્યું. નિર્મલા સીતારમને રજૂ કરેલા બજેટની સીધી અસર શેર બજાર પર જોવા મળી છે. અહીં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સવારે માર્કેટ વધારા સાથે ખુલ્યું હતું તો ભારે ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 2314.84 એટલે કે 5 ટકાના વધારા સાથે 48,600.61 પોઈન્ટ પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી 646.60 પોઈન્ટના વધારા સાથે 14,281.20 પોઈન્ટ પર બંધ થઈ હતી. શેરબજારમાં છેલ્લા 24 વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. 

આ પહેલા આજે સવારે બજેટ  (Budget 2021) ના દિવસે ઘરેલૂ શેર બજારે (Share Market) જોરદાર શરૂઆત કરી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) નો સેન્સેક્સ 46,692.36 પર ખુલ્યો. આ રીતે નિફ્ટી પણ 129.55 પોઈન્ટના વધારા સાથે 13,764.15 પોઈન્ટ પર ખુલી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news