શેરબજાર : કાચા તેલની કિંમત ઘટવાથી સેન્સેક્સ ઉછળ્યો 241 અંક, નિફ્ટી 10700 આસપાસ બંધ
રૂપિયો મજબૂત બન્યો હોવાના કારણે આઇટી શેર નબળા પડ્યા છે
Trending Photos
નવી દિલ્હી : ઘરેલુ શેરમાર્કેટમાં આ અઠવાડિયાની શરૂઆત શાનદાર રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા ટ્રેન્ડિંગ સેશનમાં વધીને બંધ થયા છે. કાચા તેલની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે તેલ કંપનીઓના શેરની સાથેસાથે ફાર્મા તેમજ બેંક શેરમાં પણ મજબૂત બિઝનેસ જોવા મળ્યો. દિગ્ગજ કંપનીઓમાં ખરીદીના ટ્રેન્ડના કારણે સેન્સેક્સ 241 અંક વધીને 35165ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય રૂપિયામાં આવેલી મજબૂતીના કારણે આઇટી શેર નબળા પડ્યા છે.
માર્કેટની તેજીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ લગભગ 1.5 ટકા સુધી ઉછળીને 16,119ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ પણ અંદાજે 1.5 ટકાના વધારા સાથે 19,051ના સ્તર પર બંધ થયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ 1.5 ટકાથી વધારે મજબૂત થઈને 17,426ના સ્તર પર બંધ થયો છે.
રૂપિયો મજબૂત થતા આઇટી ઈન્ડેક્સ 0.73 ટકા તૂટી ગયો છે તેમજ બેંક નિફ્ટી ઇ્ન્ડેક્સ 0.63 ટકા વધારે સાથે બંધ થયો. આ સિવાય ઓટો ઇન્ડેક્સ 0.33%, એફએમસીજી ઇન્ડેક્સ 0.19%, મેટલ ઇ્ન્ડેક્સ 0.87%, પીએસયુ બેંક ઇન્ડેક્સ 0.60% અને રિયલ્ટિ ઇ્ન્ડેક્સ 0.90 ટકા વધીને બંધ થયો છે. આમ, આજે બેંકિંગ, ઓટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડસ, ઓઇલ એન્ડ ગેસ તેમજ પાવર સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે