Gold Price Latest: ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, સોનું પણ થયું સસ્તું, જાણો કેટલો છે ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી સોના(Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. બુધવારે કોમોડિટી બજારમાં સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ચારગણો ઘટાડો નોંધાયો. સોનું પણ 683 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 2,800 રૂપિયા ઘટાડો  થયો. 
Gold Price Latest: ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, સોનું પણ થયું સસ્તું, જાણો કેટલો છે ભાવ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી સોના(Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. બુધવારે કોમોડિટી બજારમાં સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ચારગણો ઘટાડો નોંધાયો. સોનું પણ 683 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 2,800 રૂપિયા ઘટાડો  થયો. 

અમારી સહયોગી વેબસાઈટ  zeebiz.com ના અહેવાલ મુજબ હાજર માંગ નબળી પડવાની સાથે સાથે સટોડિયાઓ સોદા ઓછા કરતા હોવાથી કોમોડિટી બજાર(Commodity market)માં સોનું બુધવારે 1.36 ટકા તૂટીને 49,698 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)માં ઓક્ટોબર મહિનાની ડિલિવરી માટે સોનું 683 રૂપિયા એટલે કે 1.36 ટકાના ઘટાડા સાથે 49,698 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. જેમાં 8,176 લોટ માટે વેપાર થયો. જ્યારે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1.48 ટકા તૂટીને 1,879.30 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. 

નબળી માંગણી વચ્ચે ડીલ ઓછી થવાથી વાયદા બજારમાં ચાંદીની કિંમત બુધવારે 2,812 રૂપિયા તૂટીને 58,401 રૂપિયા પ્રતિ કિલો થઈ. MCXમાં ડિસેમ્બર મહિનાની ડિલિવરી માટે ચાંદી  2,812 રૂપિયા એટલે કે 4.59 ટકા ગગડીને 58,401 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. જેમાં 15,977 લોટ માટે વેપાર થયો. આ બાજુ ન્યૂયોર્કમાં ચાંદીની કિંમત 4.48 ટકાના ઘટાડા સાથે 23.43 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news