આ શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો થશે 5 વર્ષની જેલ, ભરવો પડશે 1 લાખ દંડ

સિંગલ યૂઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ બેનને લઇને લોકોને જાગૃત કરવા માટે પ્રોટોકોલ ગાઇડલાઇન પણ વહેંચવામાં આવી છે, જેથી લોકોને ખબર પડે કે પ્લાસ્ટિકની કઇ વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે અને કઇ વસ્તુ પર 3 મહિના બાદ બેન લાગશે. 

આ શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો થશે 5 વર્ષની જેલ, ભરવો પડશે 1 લાખ દંડ

નવી દિલ્હી: ચંદીગઢમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) અને થર્મોકોલનો ઉપયોગ કરશો તો જેલની હવા ખાવી પડી શકે છે. ચંદીગઢમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) બેન કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલા પરિપત્ર હેઠળ હવે કોઇપણ પ્રકારના સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) અને થર્મોકોલના ઉપયોગ પર પ્રતિબંધ છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ- 1986 ની કલમ 15 હ એઠળ જો કોઇપણ આ આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે, તેને વધુમાં વધુ પાંચ વર્ષની સજા અથવા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે અને ખાસ કેસમાં બંને એકસાથે લગાવવા આવી શકે છે. 

5000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો
ચંદીગઢ પર્યાવરણ વિભાગના નિર્દેશક દેવેંદ્વ દલાઇએ આ વખતે જાણકારી આપતાં જણાવ્યું હતું કે લોકોને ડરાવી રહ્યા નથી, પરંતુ એનજીટીના આદેશ છતાં પણ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. 5000 રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવ્યો છે પરંતુ તેમછતાં લોકો સિંગ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) નો ઉપયોગ કરી રહ્યા છે, એટલા માટે કડકાઇ બતાવવામાં આવી રહી છે. દલાઇએ કહ્યું કે લોકોને ઘણા દિવસોથી જાગૃત કરી રહ્યા છીએ અને જાગૃતતા અભિયાન હાલ ચાલુ રહેશે જો લોકો જાણીજોઇને નિયમનું ઉલ્લંઘન કરતાં જોવા મળશે તો તેમને જોગવાઇઓ હેઠળ સજા અને દંડ પણ ફટકારવામાં આવી શકે છે.  

દુકાનદારો અને શોરૂમ સંચાલકો પર પણ થશે કાર્યવાહી
દેવેંદ્વ દલાઇએ કહ્યું કે કડકાઇ ફક્ત સામાન્ય લોકો પર જ નહી પરંતુ દુકાનદારો અને શોરૂમ સંચાલકો પર પણ થશે. જે દુકાનો અને શોરૂમ પર બેન છતાં પોલીથિન, પ્લાસ્ટિક અને થર્મોકોલનો ઉપયોગ થાય છે, તેના વિજળી અને પાણીના કનેક્શન કાપવામાં આવશે. દુકાન-શોરૂમ સીલ કરવાની જોગવાઇ પણ છે. તેમણે કહ્યું કે આજથી પ્લાસ્ટિક, થર્મોકોલ, સ્ટાયરોફોમ વસ્તુઓનો દુકાનદાર, વિક્રેતા, હોલ સેલ સેલર વિક્રેતા, વેપારી, ફેરીયા અને રેકડીવાળા કોઇપણ વ્યક્તિ નિર્માણ, આયાત, વેચાણ અથવા ઉપયોગ લઇ શકાશે નહી. 

ચંદીગઢ વહિવટી તંત્ર દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ બેનને લઇને લોકોને જાગૃત કરવા માટે પ્રોટોકોલ ગાઇડલાઇન પણ વહેંચવામાં આવી છે, જેથી લોકોને ખબર પડે કે પ્લાસ્ટિકની કઇ વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે અને કઇ વસ્તુ પર 3 મહિના બાદ બેન લાગશે. 

આજથી આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ
- સિંગલ યૂઝ પ્લાસ્ટિક કટલરી (પ્લેટ, કપ, ગ્લાસ, બાઉલ, ફોર્ક, ચાકૂ, ચમચી, સ્ટ્રો)
- થર્મોકોલ/સ્ટેયરોફામ કટલરી (પ્લેટ, કપ, ગ્લાસ બાઉલ વગેરે)
- સિંગલ યૂઝ પ્લાસ્ટિક કંટેનરસ ( બાઉલ, ટ્રે, ગ્લાસ, લિડસ) 250 માઇક્રોનથી ઓછું
- ફૂડ આઇટમની પેકિંગ માટે ઉપયોગ લેનાર સિલ્વર એલ્યૂમીનિયમ, પ્લાસ્ટિક બેગ અથવા પાઉચ
- એકવાર ઉપયોગ થનાર રેજર્સ, પેન
- ડેકોરેશનમાં ઉપયોગમાં થનાર પ્લાસ્ટિક અને થર્મોકોલ
- ડેકોરેશનમાં ઉપયોગ થનાર રેપિંગ, પેકિંગ શીટ, ફ્રિલ્સ, ગારલેંડ, પાર્ટી બ્લૂપર્સ, પ્લાસ્ટિક રિબન
- નોન વોવેન પોલીપ્રોપ્રોલિન બેગ
- હેંડલ અને હેંડલ વિનાની બધી સાઇઝ અને રંગમાં પ્લાસ્ટિક/પોલીથિન કેરી બેગ

આ વસ્તુઓ ત્રણ મહિના બાદ થશે બેન
- 50 માઇક્રોન્સથી ઓછી કોઇપણ ઇન્ડસ્ટ્રીયલ પેકેજિંગ
- સિંગલ યૂઝ પ્લાસ્ટિક કન્ટેનર અથવા ડેરી આઇટમમાં ઉપયોગ થનાર 250 માઇક્રોનથી ઓછી પેકેજિંગ ખીર, આઇસક્રીમના કંટેનર વગેરે.
- 50 એમએલ/50 50 ગ્રામથી ઓછી પેકેજિંગ કેપેસેટીથી સૈશે
- ઇયરબડમાં ઉપયોગ થનાર પ્લાસ્ટિક સ્ટિક્સ, બલૂન, ફ્લેગ, કેન્ડીસ
- 500 એમએલ ક્વોટિંટીથી ઓછા પ્લાસ્ટિક રીફિલ પાઉચ
- ટ્રેટા પેક સાથે મળશે સ્ટ્રો
- મલ્ટીલેયર્ડ પેકેજિંગ જે ફૂડ/સ્નેક્સ પેકિંગમાં ઉપયોગ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news