1 શેર ખરીદો અને સીધો મળશે 130 રૂપિયાનો ફાયદો, આ કંપની આપી રહી છે ડિવિડેન્ડ

Dividedn Stock: SKF India એ ઈન્વેસ્ટરોને ફરી ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ 1 શેર પર 130 રૂપિયાની ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. શેર બજારમાં કંપની 4 જુલાઈએ એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.

1 શેર ખરીદો અને સીધો મળશે 130 રૂપિયાનો ફાયદો, આ કંપની આપી રહી છે ડિવિડેન્ડ

SKF India Ltd Share Price: આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં ઘણી કંપનીઓ શેર બજારમાં એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓના લિસ્ટમાં એસકેએફ ઈન્ડિયા લિમિટેડ પણ છે. કંપની એક શેર પર 130 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. આવો જાણીએ કયાં દિવસે કંપની શેર બજારમાં એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.

જુલાઈમાં ક્યારે છે રેકોર્ડ ડેટ?
કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 શેર પર 130 રૂપિયાનું ફાઇનલ ડિવિડેન્ડ આપવામાં આવશે. કંપનીએ આ ડિવિડેન્ડ માટે 4 જુલાઈ 2024ની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે.

ડિવિડેન્ડ આપવાનો લાંબો ઈતિહાસ
કંપની આ પહેલા અનેકવાર ડિવિડેન્ડ આપી ચૂકી છે. 28 જૂન 2023ના કંપનીએ 40 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડ આપ્યું હતું. બીએસઈ પર ઉપલબ્ધ ડેટા અનુસાર 2021 અને 2022માં કંપનીએ 14.50 રૂપિયા પ્રતિ શેર હિસાબે ડિવિડેન્ડ આપ્યું હતું. કંપનીએ 2020માં 1 શેર પર 130 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. 

શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
શુક્રવારે સ્ટોકનો ભાવ બજાર બંધ થવા સમયે બીએસઈમાં 0.78 ટકાની તેજી સાથે 6791.05 રૂપિયા છે. છેલ્લા છ મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 44 ટકાની તેજી જોવા મળી છે. તો એક વર્ષથી આ સ્ટોક હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 38.90 ટકાનો લાભ મળ્યો છે. 

કંપનીનો 52 વીક હાઈ 7349 રૂપિયા અને 52 વીક લો લેવલ 4025 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 33,573.57 કરોડ રૂપિયાનું છે.

ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news