વિશ્વ ઊંટ દિવસ 2024: તો શું ઊંટની પ્રજાતિ પણ ગુજરાતમાંથી લુપ્ત થઈ જશે? આ છે સૌથી મુખ્ય કારણ
કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ છે. જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં ઊંટને મહત્વ મળતું નથી. જેના લીધે આ પ્રાણી હાલ અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: 22 જુન વિશ્વ ઊંટ દિવસના માલધારી સંગઠનની એક બેઠક મળી અને ઊંટ અંગેના પ્રશ્નો છણાવટ કરી હતી. વિશ્વ ઊંટ દિવસે ભુજ ખાતે ઊંટ માલધારીઓના સમેલનમાં કચ્છી ખારાઈ ઊંટ અને કચ્છી ઊંટના પ્રશ્નો અને સમસ્યાઓ રજુ કરાઈ હતી. ઊંટડીનું દૂધ માનવ શરીર માટે ઔષધી છે. કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો સુર પણ વ્યક્ત કરાયો હતો. ચેરિયાના જંગલો અને મીઠી ઝાડીઓ વ્રુક્ષોના નિકદંનથી માલધારીઓ ચિંતિત. મોટી કંપનીઓ અને મીઠાના અગર સામે પણ રોષ વ્યક્ત થયો હતો. સામાજિક દાયિત્વ માટે સરહદ ડેરીએ કટિબદ્ધતા વ્યક્ત કરી.
કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ છે. જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં ઊંટને મહત્વ મળતું નથી. જેના લીધે આ પ્રાણી હાલ અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા છે. તો માલધારી લોકોને ઊંટને ખાવા માટેની પુરતી વ્યવસ્થા ના થતા ભૂખ્યા પેટે કેટલાયે કિ.મી કાપવા પડે છે, આવા સંજોગો છે. આજ રોજ ભુજમાં ઊંટ માલધારીઓના મળેલ સંમેલનમાં ભાવી રણનીતિઓનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિમાં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે.
22મી જુનને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વિશ્વ ઉંટ દિવસ તરીકે ઉજવાય છે. હવે કચ્છમાં લુપ્ત થવાને આરે પહોંચેલા કચ્છી અને ખારાઈ ઊંટોના સંરક્ષણ અને ઉંટ પાલન વ્યવસાયને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે કચ્છના માલધારીઓએ ઉંટ ઉછેરક માલધારી સંગઠન બનાવ્યું અને આજે સભા યોજી હતી. જેમાં જિલ્લાંમાં ઉંટ પાલન કરતા કુલ 350 માલધારીઓ સભ્ય તરીકે જોડાયેલા છે. 12 હજારથી વધુ ઊંટો છે.
માલધારીઓનું આ સંગઠન ટ્રસ્ટ અને સોસાયટી એક્ટ હેઠળ નોધણી થયેલ છે ત્યારે આ સંગઠનની સાધારણ સભાનું આજરોજ ભુજ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા લુપ્ત થતા કચ્છના ખારાઈ ઉંટ અને તેને અભ્યારણને માન્યતા અપાવવા સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું છે. તો ઊંટ માલધારી સંગઠનના અગ્રણી ઊંટની ઉપયોગીતા માટે વાત કરી.
એકાદ દાયકા પહેલાં 16 હજાર જેટલા ઉંટ હતા, જે સમય જતા જાતિ લિપ્ત થવા જઈ રહી છે અને 12 હજાર જેટલા બચ્યા છે. જેમાં ખારાઈ ઊંટ તો માંડ 2 હજાર હશે.આ માટે કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠને ભારી જહેમત ઉઠાવી લોકોને પ્રેર્યાં છે. હવે ઉંટ ઉછેરવા પડતી મુશ્કેલી માટે સૌ સંગઠિત થયા છે. 32 જેટલી વનઔષધી ખાઈને ઉંટનું દૂધ ખુદ એક ઔષધિ થઈ જાય છે. ડાયાબીટીસ, કેન્સર જેવા ગંભીર રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. લોકો તેને દવા સ્વરૂપે પણ જુએ છે.
તો સરહદ ડેરી માલધારી સંગઠનને ખુબ જ ઉપયોગી થાય છે. માલધારીઓનાં કલ્યાણ માટે તેમજ દૂધનાં ભાવને સામાજિક સમરસતાનાં કાર્ય પણ કરે છે. જો કે તેમને વૃક્ષ, ગૌચર અને ચેરીયા નિકંદન સંબધી રાજકીય નેતાઓ અને સંસ્થાઓએ આગળ આવવાની વાત કરી હતી.
વર્ષે એક વાર મિટિંગ નહિ પરંતુ દર મહિને માલધારી સંગઠનની મીટીંગ યોજાય એ માટે અદાણી ફાઉન્ડેશનનાં સૌરભ શાહ એ 5 લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ ઊંટ સંવર્ધન માટે તત્પરતા દાખવી હતી. અદાણી ચેરિયાનાં સંવર્ધન માટે પણ આગળ આવશે. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, પશુપાલન અધિકારી ડો હરેશ ઠક્કર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે